વર્ષ 1991માં સ્પીડ લિમિટનું જાહેરનામુ પ્રસિધ્ધ થયુ હતું. જેના મુજબ શહેરના મુખ્ય માર્ગો પર લાઇટ મોટર વ્હીકલથી નીચેના વાહનો જેમ કે, બાઇક, સ્કૂટર વગેરે માટે 40 કિ.મી. પ્રતિ કલાક અને ભારે વાહનો માટે 30 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં ઓવર સ્પીડ વાહન ચલાવતા લોકોને દંડ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા લેસર સ્પીડ ગન દ્વારા ટ્રાફીક પોલીસની એક ટીમે દિવસ દરમિયાન શહેરના અલગ-અલગ પોઇન્ટ પર કામગીરી કરશે. ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા શહેરના વિવિધ ચાર રસ્તા ખાતે લેસર સ્પીડ ગન દ્વારા ફોટાપાડી 105 વાહન ચાલકોને દંડ કરી રૂપિયા 42 હજારની વસુલાત કરવામાં આવી હતી.
જોકે આગામી દિવસોમાં પણ ટ્રાફીકની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. જેથી શહેરમાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા વાહન ચાલકો પર નઝર રાખી શકાય.