વડોદરા: છેલ્લા કેટલાક સયમથી ગેસની બોટલ બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવી જ એક દુ:ખદ ઘટના વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં ગેસ લાઇનમાં લીકેજ બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા માતા પુત્રને સારવાર અર્થે ખસડેવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 3 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે
![પુત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17550737_01.jpeg)
3 વર્ષના બાળકનું મોત: ગઈકાલે રાત્રે ગોત્રી વિસ્તારમાં આવેલા ચંદ્વમોલેશ્વર નગરમાં આવેલા એક મકાનની ગેસ લાઈનમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થયો તે સમયે ઘરમાં માતા અને 3 વર્ષનો પુત્ર હાજર હોવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી ગંભીર રીતે દઝાયેલા માતા-પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન થયેલી આજે વહેલી સવારે 3 વર્ષીય વિવાન બારોટનું અકાળે મોત નિપજયું છે. તબિબો દ્વારા બાળકની સતત સારવાર કરવામાં આવી હોવા છતાં તેને બચાવી શક્યા નહોતા.
આ પણ વાંચો Fatal Accident: ઝાડ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી, 3 વ્યક્તિઓ જીવતા ભુંજાયા
બ્લાસ્ટનો અવાજ સાભળતા લોકો દોડી આવ્યા: મહત્વનું છે કે, ગઈકાલે મોડી સાંજે બનેલી ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઘરમાં લાગેલી આગને કાબૂ કરી હતી. જે બાદ ફાયરના અધિકારીઓ સયાજી જનરલ હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્ત લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ગઈકાલ સાંજ સુધી માતા અને પુત્રની સ્થિતિ સ્થિર હતી. જો કે, આજે વહેલી સવારે 3 વર્ષીય વિવાન બારોટનું મોત થયું છે. જ્યારે માતાની હજી પણ સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ બાળકના મૃત્યુ બાદ સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા પોસ્ટમોટર્મની કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે ગોત્રી પોલીસ દ્વારા પણ આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
'અમને કોલ મળ્યો હતો કે ગોત્રી વિસ્તારમાં ગેસનો બાતલ ફાટ્યો છે. અમે તાત્કાલિક અમારી ટીમ સાથે પહોંચ્યા હતા. ઘરમાં ગેસનો બાટલ લીકેજ થતા ગેસ ફાટ્યો હતો. જેમાં માતા પુત્ર દાઝયા હતા અમે તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા.' -ફાયર ઓફિસર
આ પણ વાંચો Junagadh news: તંત્રની ઘોર બેદરકારી, કરુણા અભિયાન પૂર્ણ થયા બાદ તેની જાહેરાતના લાગ્યા બેનરો
ગેસ લિકેજને કારણે આગ લાગી: પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પરિવાર થોડા દિવસ પહેલા જ આ ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. જેથી પરિવારે જાતે જ ગેસ કનેક્શન ફીટ કર્યું હતું. જેથી એવી શક્યતા છે કે, ગેસની પાઇપમાં લીકેજ થયું અને આ દરમિયાન ઘર બંધ હતું. તેથી ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો. જેવા નયનાબેન પુત્ર સાથે બહારથી આવ્યા અને લાઇટની સ્વીચ ચાલુ કરી તેવો જ સ્પાર્ક થતાં ગેસમાં બ્લાસ્ટ થયો.