વડોદરા: શહેરના વિવિધ વિસ્તારમાં પ્રખ્યાત ઠાકુર સાડી નામથી દુકાનો ધરાવતા સાધનાની પરિવારને વોટ્સએપ કોલ કરી ફરાર શાર્પ શૂટર એન્થોનીના નામે 11 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. એન્થોનીના નામે આ ખંડણી વારસિયામાં રહેતા રવિ બીજનદાસ દેવજાની નામના શખ્શે માંગી હોવાનું (merchant demanded a ransom)બહાર આવ્યું છે. હાલમાં એક અરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
11 કરોડની ખંડણી મંગવામાં આવી - સાડીના વેપારી મનોજે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દુકાન માંડવી ઘડિયાળી પોળ ખાતે આવેલી છે. ગત 11 જુલાઇના રોજ હું મારી દુકાને હાજર હતો ત્યારે રાત્રે વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો હતો કે, તું મીક્કી છે ને? મને 11 કરોડ રૂપિયા જોઇએ અને તું 11 કરોડ નહીં આપે તો ગોળીઓ મારી જાનથી મારી નાખીશ અને તારા ફેમિલીમાંથી પણ કોઇને જીવતો બચવા નહીં દઉ તેવી ધમકી આપી હતી. સાથે હું અનિલ ઉર્ફે એન્થોની બોલું છું. તારે પોલીસ સ્ટેશનમાં જે લખાવવું હોય તે લખાવી દેજે, હું પોલીસથી ડરતો નથી. હું નકલીનોટના કેસમાં વડોદરાની પુજા હોટલમાંથી ભાગેલો છું અને તે કેસમાં મારી પત્ની અને મારો છોકરો જેલમાં છે તેમને છોડાવવા પચાસ લાખ ખર્ચો થશે. મારો કેસ પતાવવા પચાસ લાખ તથા મારુ દાજીનગરમાં ઘરમાં બને છે તે બનાવવા પચાસ લાખ થશે. આ બધું પુરુ કરી મારે ભારત છોડી વિદેશ જવાનું હોવાથી તેનો ખર્ચો થશે. જેથી તું 11 કરોડ રૂપિયા પહોંચાડી દે નહીતો જાનથી મારવાની ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad Kidnapping Case : વેપારીનું અપહરણ કરી પત્નીને ધમકી આપનાર ગેંગને પોલીસે દબોચી
કોલ કરી ધમકી આપનારની ધરપકડ - વેપારી વીડિયો કોલ દરમિયાન ધમકી આપનારને ( Ransom demanded from sari trader in Vadodara )ચહેરો દેખાઇ ગયો હતો અને મનોજ તેને ઓળખી ગયા હતા. કારમાં બેસી ધમકી આપનાર આ શખ્સ રવિ બિમનદાસ દેવજાની (રહે. દાજીનગર, વારસિયા રીંગ રોડ, વડોદરા) હતો. મનોજએ તેને વારસિયામાં આવેલ સમાજના મંદિરમાં તેને જોયો હતો. જ્યાર બાદ ફરી એક વખત રવિ દેવજાનીએ નંબરથી ઓડિયો કોલ કરી 11 કરોડની ખંડણી માંગી હતી. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી રવિ દેવજાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ Crime In Gandhinagar: ધમકી આપી ડોક્ટર પાસે ખંડણી ઉઘરાવતા પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાય
સાડીના વેપારી પાસે 11 કરોડ ની ખંડણી મામલો - 11 તારીખ ના રોજ ઠાકોર સાડીના માલિક મનોજ સાધનાનીને વોટ્સએપ કોલ આવ્યો હતો. સામેથી અનિલ ઉર્ફે એન્થોની ઓળખાણ આપી 11 કરોડની ખંડણી માંગી હતી. વેપારી અને તેના સમગ્ર પરિવારની વિગત આરોપી પાસે હતી. પરિવાર જનોને પણ અલગ અલગ ફોન કરી ધમકી આપી હતી. સમગ્ર માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ટીમો બનાવી ફરિયાદીને સુરક્ષા પુરી પાડી હતી. આરોપીને શોધવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
અગાઉ 15 જેટલા ખંડણીના કેસ - હાલમાં જ પોલીસ કસ્ટડી માંથી ફરાર થતા તેના પર શંકા હતી. પરંતુ બાતમીને આધારે આરોપી વારસિયાના રવિ દેવજાની હોવાનું બહાર આવ્યું હતું. તાપસ કરતા આરોપી ઘરે ન હોવાથી તેને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આરોપી સામે અગાઉ 15 જેટલા ખંડણીના કેસ નોંધાઇ ચુક્યા છે. આરોપીએ વિડીયો કોલિંગમાં બે પિસ્તોલ બતાવી હતી. આરોપી શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની સાથે સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. શાર્પ શૂટર એંથોની જગ્યાઓ બદલતો હોવાથી ઝડપાતો નથી. જલ્દી અનિલ ઉર્ફે એન્થોનીને ઝડપી પાડવામાં આવશે તેવી વાત એસીપી ડી.એસ.ચૌહાણે જણાવ્યું હતું.