કાશ્મીરમાં કલમ 370 દુર કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં આતંકી હુમલાને લઈ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.વડોદરા શહેરના મોલમાં સફાઈ કર્મચારીને 50 હજાર આપવાની ઓફર કરી હતી. પૈસા આપી બેગ મુકવાની વાત કરતા આ મામલે પોલીસને જાણ કરી હતી. પરંતુ 2 શખ્સોએ શંકાસ્પદ બેગ મુકીને ફરાર થઇ જતા પોલીસ પહોંચી હતી.વડોદરા પોલીસે આ મામલાને ગંભીરતાથી લેઈ બૉમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મલ્ટીપ્લેલ્સ, રેસ્ટોરન્ટ, દુકાનોમાં પણ ચેકિંગ હાથધર્યુ છે.
પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે મોલના સીસીટીવી કેમેરામાં આ બંને શકમંદો કેદ થયા હતા.પોલીસે CCTV ફુટેજને આધારે આ બને શકમંદોની શોધખોળ હાથ ધરી હતી.જો કે ગણતરીના કલાકોમાં પોલીસે આ બન્ને શકમંદો ઝડપી પડ્યા હતા પોલીસ તપાસમાં પ્રાથમિક તબક્કે સાગર ઠક્કર અને જીગ્નેશ બારીયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.