વડોદરા: વડોદરા એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે અને આ વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સુવિધાઓ યુનિવર્સિટી દ્વારા પુરી પાડવા આવી રહી છે. વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય છે. આવી જ રીતે યુનિવર્સિટીની હોસ્ટેલોમાં પણ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહ્યા નથી. જ્યાં તેઓના રૂપિયા તેમજ સામાનની ચોરીના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે.
15 હજાર ચોરાઇ ગયા: આવો જ એક ચોરીનો કિસ્સો એમ.એસ યુનિવર્સિટીની સરદાર પટેલ હોસ્ટેલમાં બન્યો હતો. જેમાં યુનિવર્સિટીમાં એલ.એલ.એમનો વિધાર્થી અભ્યાસ કરતો પ્રશાંત પાંડેએ પોતાના રૂમના કબાટ રોકડ રૂપિયા 15 હજાર મુક્યાં હતા. તેઓને રૂપિયની જરૂર પડતા કબાટ ખોલીને કબાટ ચેક કરતા કબાટમાં મુકેલ રોકડ રૂપિયા 15 હજાર ગાયબ હતા. જેથી પોતાના રૂપિયા ચોરાઈ જતા પ્રશાંતે તેના રૂમ મેટને જાણ કરી હતી. જો કે આ ચોરીમાં કોઈ જાણ ભેદુની આશંકા તેને વ્યક્ત કરી હતી, બનાવની સયાજીગંજ પોલીસને જાણ કરતા પોલીસ સરદાર પટેલ હોસ્ટેલ ખાતે દોડી આવી હતી અને હોસ્ટેલમાં કલાસમેટ તેમજ અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી.
આ પણ વાંચો Vadodara crime: બંધ મકાનમાંથી વાસ આવતા મૃતદેહ મળ્યો, અનેક આશંકા
વિદ્યાર્થી શુ કહે છે: આ મામલે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું સરદાર પટેલ હોસ્ટરલમાં રહુ છું અને મારો એલ.એલ.એમનો અભ્યાસ ચાલુ છે. મારા રૂમની અંદર અગાઉ પણ ચોરીનો બનાવ બન્યો હતો. પરંતુ મે તે બાબતે કોઈ રજૂઆત નથી કરી પરંતુ ફરી એકવાર આ જ પ્રકારે મારા કબાટમાંથી 15 હજાર રૂપિયા ચોરાઇ ગયા છે. આ બાબતને લઈ બીજી વાર આ પ્રકારનો બનાવ બનતા પોલીસ મથકમાં જાણ કરાઈ હતી.
આ પણ વાંચો Aravalli : ખાખી પર દાગ, દારૂની હેરાફેરી કરતા બે પોલીસ કમ બુટલેગરો પકડાયા
સીસીટીવી ફુટેજના આધારે તપાસ: આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ વિદ્યાર્થીનું નિવેદન લીધા બાદ કોલેજ કેમ્પસમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પણ મહત્વની બાબત એ છે કે આ યુનિવર્સિટી સામે અને હોસ્ટેલમાં આ રીતે ચોરીના બનાવએ ભારે ચકચાર જગાવી છે. એમ.એસ યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારના બનાવતી યુનિવર્સિટી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.