વડોદરાઃ શહેરમાં ગુનાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે હવે તસ્કરોએ પૂર્વ વિસ્તારને નિશાન બનાવ્યું હતું. અહીં આજવા રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી કો.ઓ. સોસાયટીમાંથી 14 લાખની ચોરી થઈ હતી. જોકે, આ ઘરમાં રહેતો પરિવાર છોટાઉદેપુર ગયો હતો. મકાન બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ 14.33 લાખ રૂપિયાની મતા ચોરી કરી ફરાર થયા હતા. જ્યારે શહેરના વાઘોડિયા રિંગ રોડ પર બંધ મકાનમાં 37,000 રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બંને બનાવો અંગે બપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચોઃ Navsari Crime : પહેલો સગો પાડોશી! ભાજપના પૂર્વ પ્રમુખનો બ્રધર્સ ચોકી કરતા ઝડપાયો
બારીના સળિયા તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા: શહેરના વાઘોડિયા રિંગ રોડ પર આવેલા બંસી એક્ઝોટિકા ખાતે રહેતા સરોજ શા માળી કામ કરે છે. તેઓ ગઈકાલે તેઓના મકાનને લોક કરીને ધંધાર્થે દુકાને ગયા હતા. તેમની દિકરી ઘરે પહોંચતાં દરવાજાનું લોક બહારથી ખોલતા દરવાજો અંદરથી બંધ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તસ્કરો બારીના સળિયા તોડી ઘરમાં ઘૂસ્યાને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત મોબાઈલ મળી કુલ 37,000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે બપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ Surat Crime: ઓઇલ અને કોપર ચોરી આરોપી સાત વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો, આવી રીતે કરતો ચોરી
પરિવાર મરણ પ્રસંગે છોટાઉદેપુર ગયો: અન્ય એક બનાવમાં પરિવાર આજવા રોડ ખાતે આવેલ ભાગ્યલક્ષ્મી કો. ઓ. સોસાયટીમાં રહેતા મોહમ્મદ આસિફ ખત્રી કે જેવો એક વેપારી છે. તેઓ 7 માર્ચે પોતાના પરિવારના મરણ પ્રસંગમાં ગયા હતા. તેઓ પણ ઘરે પરત આવ્યા ત્યારે ઘરનું તાળું તૂટેલી હાલતમાં હતું. સાથે જ ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. અહીંથી તસ્કરો તિજોરીમાંથી 31 તોલા વજન ધરાવતા રૂપિયા 9.33 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા 5 લાખ મળી કુલ કિંમત 14.33 લાખ રૂપિયાની કરી ફરાર થયા હતા. બપોદ પોલીસે અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
તપાસ ચાલુઃ આ મામલે બપોદ પોલીસ સ્ટેશનના પી. આઈ. એ જણાવ્યું હતું કે, બંને ચોરીના ગુનાઓની તપાસ ચાલી રહી છે. ટેક્નિકલ સોર્સ અને સીસીટીવીના આધારે આ અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે.