- પ્રેમી યુગલે એક સાથે ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું
- બંન્નેના પરિવારજનોનો હતો લગ્ન માટે વિરોધ
- યુવતીની સગાઈ અન્ય સ્થળે થતાં યુવક હતો નિરાશ
વડોદરાઃ કપરાડાના મલઘર ગામે ઇહડરી ફળીયામાં રહેતા યુગલને પ્રેમ થઇ ગયો હતો, પરંતુ બંન્નેના પરિવાર લગ્ન માટે ન માનતા અંતે યુવતીના પરિવારે તેનું વેવિશાળ અન્ય સાથે કરી દેતા આખરે બંને પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જેને લઇ બંનેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
એક જ ફળીયામાં રહેતા હતા બન્ને પ્રેમી પંખીડા
કપરાડા તાલુકાના મલઘર ગામે ઇહદરી ફળીયામાં રહેતા અર્જુન તુલસીરામ ડૂંડાને ફળીયામાં જ રહેતી યુવતી સાથે પ્રેમ થયો હતો. જે અંગે બંને લગ્ન કરવાના સપના સેવી રહ્યા હતા.
પરિજનોએ લગ્નની મંજૂરી ન આપી અને યુવતીની સગાઈ અન્યત્ર કરી દેવાઈ
તેમના આ પ્રેમમાં વચ્ચે બંનેના પરિવાર દ્વારા લગ્નની મંજૂરી ના આપતા આખરે યુવતીના પરિવારે યુવતીના મહારાષ્ટ્રના દેવડુંગરા ખાતે લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા હતા.
પ્રેમમાં એક ન થઈ શકતા એક જ ડાળી ઉપર બંન્ને યુગલો ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું
પ્રેમમાં એક ના થઇ શકવાની વાતને લઇ હતાશ થયેલા યુવક અને યુવતી બંને એક સાથે માલઘર ઇહડરી ફળીયામાં નજીક ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી. બંને મૃતદેહને એક જ ઝાડની ડાળી ઉપર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા.
સ્થાનિકોએ કરી પોલીસને જાણ
સ્થાનિકો દ્વારા આ ઘટના અંગેની જાણકારી કપરાડા પી.એસ.આઈ ભાદરકાને આપી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પરિવારની જીદને કારણે બંને પ્રેમી પંખીડા એક ન થઇ શકતા આખરે હતાશ પ્રેમી પંખીડાએ આ દુનિયાને અલવિદા કરી દીધી છે.