ETV Bharat / state

વડોદરાના ભારતીય વાલ્મિકી મંચે ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન - જયપુર નેશનલ હાઈવે

ખેડૂત વિરોધી કાયદાઓ રદ્દ કરવાની માંગ સાથે છેલ્લાં 23 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને વડોદરા ભારતીય વાલ્મિકી મંચે સમર્થન આપી ખેડૂતો વતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર ડી.આર.પટેલને આવેદનપત્ર આપી ખેડૂત વિરોધી ત્રણેય કાયદાઓ પાછા ખેંચવા માંગ કરી હતી.

વડોદરા
વડોદરા
author img

By

Published : Dec 18, 2020, 3:39 PM IST

  • ખેડૂત આંદોલનને વડોદરા ભારતીય વાલ્મિકી મંચે આપ્યું સમર્થન
  • જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચાર કરી આવેદનપત્ર આપ્યું
  • ખેડૂત વિરોધી ત્રણેય કાયદાઓ પાછા ખેંચી લેવા માંગ કરી

વડોદરા : છેલ્લા 23 દિવસથી કડકડતી ઠંડીમાં તેમજ કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો દ્વારા ખેડૂત વિરોધી ત્રણ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ચાલી રહેલા શાંત અને અહિંસક આંદોલનને વડોદરા ભારતીય વાલ્મિકી મંચના પ્રદેશ પ્રમુખ ઠાકોર સોલંકીની આગેવાનીમાં અગ્રણી મગનભાઈ સોલંકી ભરતભાઈ ચૌહાણ સહિત કાર્યકરો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કરી ખેડૂત આંદોલનના સમર્થનમાં ખેડૂત વિરોધી ત્રણે-ત્રણ કાયદાઓ ખેડૂતોની માંગણી મુજબ પાછા ખેંચી ખેડૂતોને ન્યાય આપવાની માંગ સાથે અધિક નિવાસી કલેકટર ડી.આર.પટેલને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

વડોદરાના ભારતીય વાલ્મિકી મંચે ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન

ત્રણેય ખેતીલાયક બિલોને તાત્કાલિક પરત લેવા ખેડૂતોના સમર્થનમાં માંગ

વૈશ્વિક કોવિડ -19 કોરોના વાઇરસની મહામારીના વિકટ કાળમાં ખેડૂતોને તથા વિપક્ષોને વિશ્વાસમાં લીધા વગર જુલાઈ માસમાં નરેન્દ્ર મોદીની સરકારે ઓર્ડિનન્સ લાવી. જેને સપ્ટેમ્બરમાં લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા વગર જ અને વિપક્ષોની ગેરહાજરીમાં ધ્વનિમતથી પાસ કર્યું. આ ત્રણે બિલનો જુલાઈ-ઓગસ્ટથી ખેડૂતો પાછો ખેંચવા વિરોધ કરી રહ્યા છે. સરકાર દ્વારા આ ત્રણે બિલને પાછા લેવા સતત આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 23 દિવસથી સમગ્ર દેશના લાખો ખેડૂતો દિલ્હીના મુખ્ય માર્ગો પર દિલ્હીમાં ઉગ્ર આંદોલન કરવા આવતા તેઓને સિંધુ બોર્ડર ,ટિકિટ બોર્ડર ,દિલ્હી જયપુર નેશનલ હાઈવે સહિતના અનેક માર્ગો ઉપર રોકી દઈ આંદોલનને કચડી નાખવામાં આવી રહ્યું છે. ખેડૂતો પોતાના ટેક્ટર ટેમ્પો સહિતના સાધનો તેમજ લાંબા આંદોલનની તૈયારી સાથે રાશન પાણી સહિતની વ્યવસ્થા સાથે બોર્ડર ઉપર રોકી દેવામાં આવતા આવન-જાવન ઉપર સીધી અસર પડી છે. સરકાર ખેડૂતો પ્રત્યેના નકારાત્મક વલણ અને પુંજીપતિઓ પ્રત્યેના વિશેષ લાગણી અને પ્રેમને કારણે ખેડૂતો આંદોલન દિનપ્રતિદિન ઉગ્ર કરવા મજબૂર બન્યા છે. આજે ભારતીય વાલ્મિકી મંચ, SSO અધિકાર મહાસંઘ, રાષ્ટ્રીય કર્મચારી મહામંડળ ભારતની આમ જનતાને આંદોલનને કારણે પડનાર તકલીફો અને મુશ્કેલીઓથી સરકારે બચાવવા ખેડૂતોની માંગણી મુજબ ત્રણેય ખેતીલાયક બિલોને તાત્કાલિક પરત લેવા ખેડૂતોના સમર્થનમાં માંગ કરી હતી.

ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો સરકાર સામે આંદોલન

ઉલ્લેખનીય છે કે, ખેડૂત એ પ્રત્યેક નાગરિકનો અન્નદાતા છે. તેની અને તેના પરિવારની ખેતરમાં રાતદિવસ તાપ તડકો કે વરસાદથી ડર્યા કે તેની ચિંતા કર્યા વગરની મહેનતને કારણે અન્નનો દાણો આમ જનતાને મળે છે. તેને સરકારે ધ્યાને લેવું જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, આવી ઊભી થયેલી વિકટ પરિસ્થિતિને ટાળવા સરકારે આ ત્રણેય ખેડૂત વિરોધી કાયદાઓને તાત્કાલિક રદ કરવા ખેડૂતોના અને દેશની આમ જનતાના હિતમાં માંગ છે. જો સરકાર પૂંજીપતિઓના તાબે થઈ આ ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો જનતાએ તથા દેશ હિતેચ્છુ સંગઠનોએ સરકાર સામે આંદોલન માટે ખેડૂતો સાથે જોડાવા મજબૂર થવું પડશે, તેવી ચેતવણી પણ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.