વડોદરાઃ ખેડૂતોએ જણાવ્યું કે, વાઘોડિયાની બેન્કમાં લોન માટે જઇએ છે. ત્યારે બેન્ક કહે છે કે, સરકારમાંથી ઝીરો ટકા વ્યાજની લોન અંગેનો કોઇ પરિપત્ર આવ્યો નથી. બીજુ અમારી જે લોન ચાલતી હતી. તેમાં પણ વ્યાજ માફી આપવામાં આવતી નથી. બેંકો કહે છે કે, મારે મારી રૂપિયા 3 લાખની લોનનું વ્યાજ રૂપિયા 21 હજાર ભરવાની ફરજ પડી છે. સરકાર કહે છે કે, ખેડૂતો માટે કેન્દ્ર સરકાર 4 ટકા અને રાજ્ય સરકાર 3 ટકા વ્યાજ ચૂકવશે. પરંતુ, આ માત્ર કાગળ પરની જાહેરાતો પૂરવાર થઇ રહી છે.
સરકાર દ્વારા હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી નથી. સરકારે મકાઇના ભાવ રૂપિયા 1800 નક્કી કર્યા છે. પરંતુ, સરકાર ખરીદતી નથી. લાચાર ખેડૂતને રૂપિયા 1200માં વેપારીને મકાઇ વેચવાનો વખત આવ્યો છે. સરકારે વિના વ્યાજની ક્રોપ લોન આપવાની જાહેરાત કરી છે. પરંતુ, બેંકો દ્વારા ખેડૂતોને વિના વ્યાજે લોન આપવામાં આવતી નથી. બેંકો કહે છે કે, પરિપત્ર આવ્યો નથી. સરકાર ખેડૂતોને મુર્ખ બનાવી રહી છે. લોકડાઉન દરમિયાન ખેડૂતોને કેળામાં વ્યાપક નુકસાન ગયું છે. અધુરામાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં કેળના છોડ જમીન દોસ્ત થઇ ગયા છે.
ખેડૂતોએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા માત્ર જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ, તેનો અમલ ન કરાવવામાં આવતો નથી. વાઘોડિયા તાલુકાના ખેડૂતો વીના વ્યાજની લોન લેવા માટે વાઘોડિયા ખાતે આવેલી બેંક ઓફ બરોડા, એસ.બી.આઇ. તેમજ દેના બેંકમાં જઇ રહ્યા છે. પરંતુ, બેંકો દ્વારા વિના વ્યાજની લોન આપવા માટેનો હજું કોઇ પરિપત્ર આવ્યો નથી. તેવા જવાબો આપી રહ્યા છે. સરકારની મુરખ બનાવવાની નિતીના પગલે ખેડૂતોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો છે.