વડોદરાઃ લગ્નમાં વરઘોડા આમ તો દરેક લોકોએ જોયા હશે, પરંતુ ગોત્રી વિસ્તારમાં રહેતા બ્રહ્મભટ્ટ પરિવારે એક નવી રીત અપનાવી હતી. વરઘોડા આમ તો વરરાજા કાઢતા હોય છે, પરંતુ બ્રહ્મભટ્ટ પરિવારે ભવ્ય આતશબાજી, ફટાકડાં ફોડી, બેન્ડ બાજા અને ડીજેના તાલ સાથે વડોદરામાં પહેલીવાર લગ્ન પ્રસંગમાં દીકરીનો ભવ્ય વરઘોડો કાઢ્યો હતો.
વરઘોડો તો વરરાજાના પક્ષ તરફથી કાઢવામાં આવતો હોય છે, પરંતુ પરિવાર દ્વારા પોતાની વ્હાલસોયી દીકરીના લગ્ન પ્રસંગે સર્વ પ્રથમ વખત વડોદરામાં બ્રહ્મભટ્ટ પરિવારે દીકરીનો ભવ્ય વરઘોડો કાઢ્યો હતો. આ વરઘોડો સમગ્ર ગોત્રી ગામમાં ફેરવામાં આવ્યો હતો. આ વરઘોડો નગરજનોના આકર્ષણનો કેન્દ્ર બન્યો હતો, અલબત્ત દીકરીના લગ્ન કંઈક અલગ જ રીતે મનાવી બ્રહ્મભટ્ટ પરિવારે બેટી પઢાવો, બેટી બચાવોનો સંદેશ વહેતો કર્યો હતો.