વડોદરા: વાઘોડિયાની સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીમાં રેગીગની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ(Sumandeep Vidhapith Raging Case ) છે. મૂળ જામનગરના જુનિયર ડોક્ટર હાલ સુમનદીપ વિદ્યાપીઠમાં રેસીડન્ટ ડોક્ટર તરીકે અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન સિનિયર ડોકટર દ્વારા રેગીંગ કરવામાં આવ્યું છે. Etv ભારત સાથે વાત કરતા જુનિયર ડોકટરના પિતાએ જણાવ્યું કે મેડિકલ ક્ષેત્રમાં અવારનવાર ની ઘટનાઓ બની રહી છે. જો કે કાયદો હોવા છતાં પણ રેગિંગ કમિટી અવારનવાર ભીનું સંકેલી લેતી હોય છે જેના કારણે આરોપીઓ સામે ગુનો નોંધાતું નથી અને નિર્દોષ વિદ્યાર્થીઓ રેગિંગની ઘટનાનો ભોગ બને છે.
વિદ્યાર્થીઓ રેગિંગની ઘટનાનો ભોગ બને: જામનગરના જુનિયર ડોકટર પર છેલ્લા 10 દિવસથી સિનિયર ડોકટર દ્વારા માનસિક દબાણ કરવામાં આવતું હતું જેના કારણે જુનિયર ડોકટરને હોસ્પિટલમાં દાખલ કરાવો પડ્યો હતો. પિતા કેતનભાઈ દોઢિયાએ જણાવ્યું કે જો રેગીગ કમિટી યોગ્ય ન્યાય નહિ કરે તો તેઓ હાઇકોર્ટે માં જશે અને રેગીગ કમિટી સમક્ષ તમામ લેખિત અને મૌખિક પુરાવા બે દિવસ સુધી આપ્યા છતાં કોઈ નકર પરિણામ આવ્યું નથી. જુનિયર ડોકટર અને તેના પિતાની બે દિવસ સુધી પુછપરછ કરવામાં આવી છે. ખાસ કરીને મેડિકલ શેત્ર માં આવર નવારની ઘટનાઓ બનતી જોવા મળે છે.
સુઓમોટો દાખલ કરવા કરી અપીલ: જુનિયર ડોકટરના પિતાએ જણાવ્યું કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ગુજરાત હાઈકોર્ટે ના ચીફ જસ્ટિચને અપીલ કરી છે કે સુઓમોટો દાખલ કરવામાં આવે. જોકે મોટાભાગના રેગિંગના કેસમાં ભીનું સંકેલી લેવામાં આવતું હોય છે. ત્યારે રેગિંગના ભોગ બનેલા જે તે વ્યક્તિને ન્યાય મળવો જોઈએ.