- કરજણ પોલીસે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકનારાની તપાસ શરૂ કરી
- નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવાનારા આરોપીની ધરપકડ
- મુખ્યપ્રધાન નીતિન પટેલ અજાણી વ્યક્તિ દ્વારા ચપ્પલ ફેંકવામાં આવ્યું હતુ
વડોદરાઃ કરજણ તાલુકાના કુરાલી ગામે જાહેર સભામાં નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવાનારા આરોપીની તપાસમાં પોલીસને આખરે સફળતા મળી છે. શિનોરના રશ્મિન જશુભાઇ પટેલ નામના શખ્સને ઝડપી અને તેની પૂછપચ્છ હાથ ધરવામાં આવી છે.
નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવામાં આવ્યુ હતુ
કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કુરાલી ગામે સોમવારના રોજ આવ્યા હતા ત્યારે તેમના પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. કરજણ પોલીસે આ બનાવ અંગે યોગેશ વિઠ્ઠલભાઈ પટેલની ફરિયાદ મુજબ તપાસ શરૂ કરી હતી.
પોલસે હાથ ધરી હતી તપાસ
નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકનારાએ જિલ્લા પોલીસને કામે લગાડી દીધી હતી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. કરજણ અને શિનોર તાલુકાના ગામોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસની ખાનગી રાહે તપાસમાં જાણવા મળ્યું હતું કે, શિનોરનો રશ્મિન પટેલ નામનો શખ્સે કહ્યું હતું કે ચપ્પલ ફેંકવાનો પ્લાન આજે સફળ રહ્યો છે અને તેની ઉજવણી કરવાની છે.
રશ્મિન પટેલની અટકાયત
આ માહિતીના આધારે પોલીસે રશ્મિન પટેલની અટકાયત કરી તેની પૂછપરછ સાથે તેની પાસેના મોબાઈલ ડેટાનું એનાલિસિસ કરતા એક ઓડિયો ક્લિપ મળી હતી. જેમાં વડોદરાના અમિત પંડ્યા નામના શખ્સ સાથે રશ્મિને વાત કરી હતી અને રશ્મિને અમિત પંડ્યાને જણાવ્યું હતું કે, આપણો જૂતાનો પ્લાન સફળ થયો છે. મારા માણસો દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં તેની આપની સાથે મીટિંગ કરાવીશ. આ અંગે ડીએસપીએ જણાવ્યું હતું કે, રશ્મિન પટેલ કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અમિત પંડ્યાની પણ તપાસ થશે તેમજ ચંપ્પલ કોણે ફેંક્યું તેની વિગતો મેળવવામાં આવી રહી છે. બનાવ અંગે IPC ,જન પ્રતિનિધિત્વ ધારો, જીપીએક્ટ મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કે.વી.સોલંકી ડભોઈ ડિવિઝન એ આગળની તપાસ હાથધરી છે.