રાજય સરકારે વિદ્યાર્થીઓના વિરોધ સામે નમતું જોખી આગામી 17 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું છે .તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ હવે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આપી શકશે.
બિન સચિવાલય કલાર્કની તાજેતરમાં રદ્દ થયેલી પરીક્ષા હવે આગામી નવેમ્બર મહિનામાં યોજવામાં આવશે હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.તેવી જોગવાઈ કરવામાં આવી છે.આ નિર્ણયની રાજય સરકાર દ્વારા જાહેરાત કરતા નોકરી ઉમેદવારોમાં આંનદ જોવા મળી રહ્યો હતો.જોકે આગામી સમયમાં હવે કોઈ સમસ્યાના થાય તે માટે ABVP દ્વારા રજુઆત કરવામાં આવી હતી.