ETV Bharat / state

ફી ભરી હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી બાકાત, વિદ્યાર્થીઓ સાથે અન્યાય

વડોદરામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. સયાજીરાવ યુનિવર્સિટીની(Sayajirao University Vadodara) ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. વિદ્યાર્થીઓએ ફી છેલ્લી તારીખે ભરી હોવાથી તેમના રોલ નંબર આવ્યા નહી અને તેમને પરીક્ષાથી બાકાત (Students excluded examination) રાખવામાં આવ્યા હતા.

author img

By

Published : Dec 13, 2022, 6:56 PM IST

ફી ભરી હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી બાકાત, વિદ્યાર્થીઓ સાથે અન્યાય
ફી ભરી હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી બાકાત, વિદ્યાર્થીઓ સાથે અન્યાય
ફી ભરી હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી બાકાત, વિદ્યાર્થીઓ સાથે અન્યાય

વડોદરા વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની(Sayajirao University Vadodara) કોમર્સ ફેકલ્ટીમાં આજથી ટીવાયની મીડ સેમ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જો કે 200થી વધારે વિદ્યાર્થીઓએ ફી છેલ્લી તારીખે ભરી હોવાથી તેમના રોલ નંબર આવ્યા નથી. જેથી તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નથી. જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે(Students excluded examination) તેમણે એરીયર ટેસ્ટ આપવો પડશે.

પરીક્ષાની આજથી શરૂઆત એમ.એસ.યુનિની કોમર્સ ફેકલ્ટીમાં આજથી એસવાય બીકોમની મીડ સેમ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. કોમર્સ ફેકલ્ટીના 4 બિલ્ડિંગ મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ, બીકોમ ઓનર્સ પર પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 7 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ મીડ સેમેસ્ટર પરીક્ષા(Mid Semester Examination) ઓફલાઇન મોડથી એમસીકયુ પધ્ધતિથી લેવામાં આવી રહી છે.

ફેકલ્ટી ડિનને રજુઆત ટીવાય બીકોમની પરીક્ષા પહેલા 400 કરતાં વધારે વિદ્યાર્થીઓના રોલ નંબર જનરેટ થયાના હોવાનો વિવાદ થયો છે. ટીવાયની ફી ભરવા માટે તારીખ 10 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જે સમય મર્યાદામાં વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી હતી. જોકે તેમાંથી 200 થી વસેમેસ્ટરધારે વિદ્યાર્થીઓના રોલ નંબર જનરેટ થયા ના હોવાથી આ વિદ્યાર્થીઓ આજથી શરૂ થતી પરીક્ષા આપી શક્યા નહોતા. જે વિદ્યાર્થીઓએ ફી ભરી છે . તેમ છતાં પણ રોલ નંબર જનરેટ થયા નથી. તેવા વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને રજૂઆતો કરી હતી.

લેખીતમાં અરજી વિદ્યાર્થીઓએ લેખીતમાં આ અંગેની અરજી પણ આપી હતી. ફી ભરી હોવા છતાં પણ રોલ નંબર જનરેટ નહીં થવાનો છબરડો સર્જાયો છે. જે વિદ્યાર્થીઓની ફી ભરાઇ ગઇ હતી અને તેમના રોલ નંબર જનરેટ થયા નથી. તેવા કિસ્સામાં પરીક્ષા પહેલા વાલીઓ પણ ફેકલ્ટી ડીનને રજૂઆતો કરવા પહોંચ્યા હતા. કોમર્સ ડીન દ્વારા જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા નહિ આપી શકે તેમના માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે. તેવી બાંહેધરી અપાઇ હતી.

નેતાનું નિવેદન આ અંગે વિધાર્થી નેતા પંકજ જયસ્વાલ જણાવ્યું હતું કે આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા ઓફલાઇન છે અને આ વિધાર્થીઓ છે કે જે ઓ બે વર્ષથી ઓનલાઈન પરીક્ષા આપતા હતા. અને આ વખતે ઓફલાઇન પરીક્ષા આપી રહ્યા છે. 400 જેટલા વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓનું સેમેસ્ટર 4 નું પરિણામમાં વિલંબ થયો હતો. આ વિદ્યાર્થીમાંથી અંદાજે 200 વિદ્યાર્થીના પરિણામ અને નંબર જનરેટ થયા છે. અને 200 થી વધુ વિદ્યાર્થીઓ હજુ પરીક્ષાથી વંચિત છે. ફેકલ્ટી ડિન અને યુનિવર્સિટી ની બેદરકારીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા યોજાશે. ત્યારે પરીક્ષા આપી શકશે તેવું ફેકલ્ટીના આશ્વાસન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.