ડભોઇ: તાલુકામાં વેગા ચોકડીથી નાંદોદી ભાગોળ સુધીના રોડ ઉપર વર્ષ 2018માં સોસાયટી વિસ્તારના રહીશો અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી. પરંતુ બે વર્ષનો સમય વીતી ગયો છતાં પણ હજુ સુધી આ લાઇટો ચાલુ કરવામાં આવી નથી.
રવિવારે રાત્રીના સમયે વડોદરાનો બાઇક સવાર વેગા નજીક રોડની વચ્ચે સુવર ( ભૂંડ ) આવી જતાં રોડ પર ફંગોળાયો હતો. જેને નાની મોટી ઇજાઓ પહોંચી હતી તેમજ સુવરનું મોંત નીપજયું હતું. અવાર નવાર થતાં અકસ્માતોને ધ્યાનમાં લઈ ડભોઇ ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા સહિત અધીકારીઓ આ તરફ ધ્યાન દોરી સ્ટ્રીટ લાઇટો ત્વરીત ચાલુ કરાવે તેવી લોક માગ ઉઠવા પામી છે.
જ્યારે પાલીકા તંત્ર અને માર્ગ મકાન વિભાગની બેદરકારીના પગલે લાઇટો બંધ હોવાથી રાહદારીઓને ભારે હોલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલીકા તંત્ર દ્વારા તમામ લાઇટોને માર્ગ મકાન વિભાગમાં રાખવા માગ કરવામાં આવી છે, ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા સરીતા ક્રોસિંગથી લઈ નંદોદી ભાગોળ સુધીની લાઇટો પાલીકાની હદમાં આવતી હોવાનું જણાવવામાં આવ્યુ છે. બે કચેરીઓ દ્વારા આ તારું ઘર આ મારુ ઘરની તું તું - મેં મેં ને પગલે રાહદારીઓ ભોગ બની રહ્યા છે.
છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટ લાઇટો ચાલુ ન થતાં ડભોઇ વેગાથી નાંદોદી ભાગોળ સુધી સંખ્યા બંધ નાના મોટા અકસ્માતો સર્જાયા છે. હાઇવે પર અંધારું હોવાને પગલે પશુ જનાવરો રોડ પર ઉતરી આવે છે. જેને કારણે વાહન ચાલકો પશુઓ સાથે અથડાઇ જતાં અકસ્માતો સર્જાય છે.
રવિવારે રાત્રીના સમયે વડોદરાનો બાઇક સવાર વેગા નજીક રોડની વચ્ચે સુવર ( ભૂંડ ) આવી જતાં રોડ પર ફંગોળાયો હતો. જેને નાની મોટી ઇજાઓ પહોંચી હતી તેમજ સુવરનું મોંત નીપજયું હતું. અવાર નવાર થતાં અકસ્માતોને ધ્યાનમાં લઈ ડભોઇ ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા સહિત અધીકારીઓ આ તરફ ધ્યાન દોરી સ્ટ્રીટ લાઇટો ત્વરીત ચાલુ કરાવે તેવી લોક માગ ઉઠી છે.