વડોદરા શહેરની એમ. એસ.યુનિવર્સિટી (MS University Vadodara)ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં આગામી 6થઈ 8 જાન્યુઆરી સુધી 5,000થી વધુ વિદ્યાર્થીઓનો જમાવડો જોવા (Paramarsh 2023 MS University) મળશે. આ ત્રણ દિવસ દરમિયાન અહીં નોન ટેકનિકલ ઇવેન્ટ પરામર્શ 2023 યોજાશે. આમાં પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોના 200 જેટલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમ જ સ્પેસ સાયન્ટિસ્ટ કિરણ કુમાર (Kiran Kumar Scientist) તેમ જ ડૉ. કિરણ બેદી (Kiran Bedi IPS) સહિતના મહાનુંભાવોનો લેક્ચર યોજાશે.
ચંદ્રયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ આવશે શહેરની એમ.એસ.યુનિવર્સિટી ખાતે (MS University Vadodara) પશ્ચિમ ભારતની સૌથી મોટી નોન ટેકનિકલ ઇનેવેન્ટ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે આગામી 6, 7 અને 8 જાન્યુઆરીના રોજ યોજાશે. આ અંગે માહિતી આપતા ઇવેન્ટના કોઓર્ડિનેટર વિદ્યાર્થી ઋષભ પરીખે જણાવ્યું હતું કે, છેલ્લા 21 વર્ષથી ટેકનોલોજી ફેકલ્ટીમાં પરામર્શ (Paramarsh 2023 MS University) નામથી નોન ટેકનિકલ ઇવેન્ટ યોજાય છે. આ ગુજરાતની સૌથી મોટી સોફ્ટ સ્કિલ બેઝ ઇવેન્ટ છે. આ વખતે આ ઇવેન્ટમાં ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 પ્રોગ્રામ ડાયરેક્ટ કરનાર પદ્મશ્રી ડો. એ. એસ. કિરણ કુમાર, ડૉ. કિરણ બેદી (Kiran Bedi IPS), વિવેક અગ્નહોત્રી સહિતના મહાનુભાવોના ગેસ્ટ લેક્ચર યોજાશે.
આ પણ વાંચો ક્રેડાઈ અમદાવાદ: ગાહેડ દ્વારા 17માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન
વિવિધ ઇવેન્ટ યોજાશે આ ઈવેન્ટમાં પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાંથી અને 200થી પણ વધુ વધારે યુનિવર્સિટીના (MS University Vadodara) 5,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે વડોદરા આવશે. સાથે જ મ્યૂઝિક ઇવેન્ટ પણ થશે, જેમાં રાહુલ દુઆ, રિત્વિજ, નિકીતા ગાંધી અને મોહમ્મદ ઈરફાન પર્ફોર્મન્સ આપશે. દરમ્યાન આ કાર્યક્રમમાં રોબોટ કન્ટ્રોલ, થ્રિડી પ્રિન્ટિંગ, રોકટરી, બાઇક સ્ટન્ટ, ટર્બો કાર્ટિંગ, ક્રિકેટ જેવી વિવિધ ઇવેન્ટ યોજાશે.
આ પણ વાંચો કોરોનાના બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું કેવું આયોજન થઇ રહ્યું છે જૂઓ
100થી વધુ વિધાર્થીઓની મહેનત અગાઉ પણ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University Vadodara) ખાતે અનેક ઇવેન્ટ યોજાય છે, જેમાં અલગ અલગ પ્રકારના ઇવેન્ટમાં ખ્યાતનામ વ્યક્તિ જોડાતા હોય છે. આ પરામર્શ (Paramarsh 2023 MS University) સતત 8 મહિનાથી અથાગ મહેનત કરી રહી છે. આ ટીમમાં 100 વિદ્યાર્થીઓની ટીમ છે, જે અલગ અલગ વિભાગના વિદ્યાર્થીઓ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે.
ગુજરાતની સૌથી મોટી ઈવેન્ટ છેલ્લા 21 વર્ષથી પરમાર્શ ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટી નોન ટેકનિકલ ઇવેન્ટ બની છે. અહીં લેક્ચર આપનાર મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર એ. એસ. કિરણકુમાર, ડૉ. કિરણ બેદી (Kiran Bedi IPS), ટેકનિકલ ગુરુજી વિવેક અગ્નિહોત્રી ઉપસ્થિત રહેશે.