વડોદરા : માનવતા હજુ પણ મરી પરવાડી નથી તે સાર્થક કરતી સેવાકીય પ્રવૃત્તિ અને માનવતાની મહેક પ્રસરાવવા વડોદરા સંસ્કારી નગરી હાલમાં પણ મોખરેનું સ્થાન ધરાવે છે. તેમાં પણ વળી વૈશ્વિક મહામારી કોવિડ-19 સામે સૌ કોઈ એક બીજાની વ્હારે આવી સહાય રૂપ બનવાની મ્હોર લગાવી દીધી હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી. તેવી જ રીતે શહેરમાં આવુ જ એક માનવતાનું ઉમદા ઉદાહરણ ટાઇગર ગ્રુપ અને શિવા ફાઉન્ડેશને પૂરું પાડ્યું હતું.
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અંબિકા નગરમાં રહેતી મહિલા કેન્સરની બીમારીથી છેલ્લાં ઘણાં સમયથી પીડિત છે. તેની સારવાર માટે તેમની પાસે પુરતાં નાણાં નહીં હોવાની જાણ સામાજીક કાર્યકરોને થતાં તેઓ ગતરાત્રે કેન્સરથી પીડિત મહિલાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ટાઇગર ગ્રુપ અને શિવા ફાઉન્ડેશનના અગ્રણી ઘનશ્યામભાઈ ફૂલબાજે, અજયભાઈ મોરે તથા કાર્યકરો દ્વારા પીડિત મહિલાને રોકડા 25,000ની સહાય આપવામાં આવી હતી.