ડભોઇ તાલુકાના કરનાળી તીર્થધામ ખાતે વન્યજીવોનો વેપાર કરતાં (selling wildlife at Karnali shrine) દુકાનદારો ઝડપાયા હતા. ડભોઇ તાલુકામાં કરનાળી પ્રસિદ્ધ તીર્થધામ છે. જ્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભારે ભક્તિભાવ સાથે ભગવાનના દર્શન અર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓ પાસેથી મોટો નફો કમાઈ લેવાની લાલચમાં કેટલાક દુકાનદારો વન્યજીવો અને દરિયાઈ જીવોનો વેપાર કરતા હોવાની વન વિભાગને ચોક્કસ બાતમીદારો પાસેથી બાતમી મળી હતી.
ટીમ દ્વારા દરોડા વન વિભાગની ટીમના કરનાળી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. વન વિભાગને મળેલ માહિતીના આધારે G.S.P.C અને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરોના સંયુક્ત ઓપરેશનમાં ડભોઇના કરનાળી ધામ ખાતે આવેલી દુકાનો ૧. શ્રી સાઈ કૃપા, ૨. શ્રી રેવા રત્ન ભંડાર, ૩. શિવ શક્તિ ભંડાર જેવી દુકાનોમાં વન વિભાગની વડોદરા, જાંબુઘોડા શિવરાજપુરની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આ દુકાનોમાંથી મોટી માત્રામાં આવા વન્ય જીવોના અને દરિયાઈ જીવોના અવશેષો મળી આવ્યા હતા.
મોટો જથ્થો કબજે વન વિભાગની ટીમને આ દરોડામાં 1.68 નંગ ઇન્દ્રજાળ૨. 15 નંગ હાથા જોડી3 .31 નંગ શિયાળ સીમડી4. 2 નંગ પાણીમાં રહેતા કાચબા૫. 37 નંગ મોટા શંખ6. 34 નંગ નાના શંખઅને બીજી નાના મોટા દરિયાઈ અને વન્યજીવોની અવશેષો પણ મળી આવ્યા હતા.
આરોપી ઝડપાયા આ દરોડામાં મહિલા સહિત ચાર આરોપી ઝડપાયા વન વિભાગના આ દરોડામાં આર. એફ.ઓ. વન વિભાગ ડભોઈના અધિકારીના જણાવ્યા પ્રમાણે 1 કપિલા નગીનદાસ ચૌહાણ 2 પિયુષભાઈ રજનીકાંત ઉપાધ્યાય 3 રમેશ માધુભાઈ હીરકરા 4. નિલેન્દ્ર રમેશ તિવારી સહિત ચાર આરોપીને ઝડપી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેઓના રિમાન્ડ મેળવી આગળની કાનૂની તપાસ હાથ ધરવા માટે આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગોરખ ધંધો ડભોઇ તાલુકામાંથી આવો ગોરખ ધંધો કરતા વેપારીઓ ઝડપાતા ફફડાટ જોવા મળ્યો હતો. બાતમીના આધારે G.S.P.Cના વડા રાજ ભાવસાર સહિતની ટીમ, વાઈલ્ડ લાઈફ ક્રાઇમ બ્યુરોની ટીમ, જાંબુઘોડાના આર.એફ.ઓ.કુંવાર સાહેબની ટીમ, શિવરાજપુરના આર.એફ.ઓ. એમ.એમ. તબિયારની ટીમ સહિતના અધિકારીઓએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. જેના પરિણામે વન્યજીવોને દરિયાઈ જીવોનો વેપાર કરતા તત્વોમાં મોટો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સ્થાનિક કક્ષાએ ચર્ચાઓ ચાલી રહી છે કે, ડભોઈ તાલુકામાં આવાં વન્ય જીવોના વેપારના ગોરખધંધા મોટા પાયે ચાલી રહ્યાં છે. જો સ્થાનિક વન વિભાગના અધિકારીઓ વધુ કડકાઈથી ઉંડાણપૂર્વક તટસ્થતાથી તપાસ હાથ ધરે તો બીજા આવા ગોરખધંધા કરતાં તત્વોને ઝડપી શકાય.