ETV Bharat / state

જોનીસ એલ્વિન મેકવાનને દ્રૌપદી મૂર્મુના હસ્તે એવોર્ડ, કોરોનાકાળમાં કરી હતી અનોખી સેવા - રેલવે હોસ્પિટલ

કહેવાય છે કે સેવા એજ પરમો ધર્મ છે અને તે વાતને સાર્થક વડોદરાના વર્ષાબેન રાજપૂત અને જોનીસ એલ્વિન મેકવાનને સાબિત કરી બતાવ્યું છે. કોરોનાકાળમાં તેમણે લોકોની સેવા કરી હતી અને દિવસ રાત ને જોયા વગર લોકો માટે કામગીરી કરી હતી. જે બદલ તેમને દ્રૌપદી મૂર્મુના (Draupadi Murmu) હસ્તે ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સેવા પરમો ધર્મ: કોરોના કાળમાં ઉમદા સેવા કરનારને દ્રૌપદી મૂર્મુના હસ્તે ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડથી સન્માનિત

author img

By

Published : Nov 8, 2022, 10:39 AM IST

વડોદરા કોરોના કાળમાં નીડર અને ઉમદા સેવા કરનાર નર્સ વર્ષાબેન રાજપૂત અને જોનીસ એલ્વિન મેકવાનને દ્રૌપદી મૂર્મુના (Draupadi Murmu) હસ્તે ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. દેશને આ વર્ષે મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. આદિવાસી સમુદાયના વિદુષી દ્રૌપદી મૂર્મુએ દેશનો આ સર્વોચ્ચ પદભાર સંભાળ્યો તે પછી તેમના હસ્તે આરોગ્યના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત કરનારા અને વડોદરાને ગૌરવ અપાવનારા વડોદરાવાસીના બે વ્યક્તિને એવોર્ડ એનાયત કરતા ગૌરવની વાત કહી શકાય.

વડોદરા માટે ગૌરવ વડોદરાના બે કવોલીફાઇડ નર્સિંગ પ્રોફેશનલ એમની કાબિલેદાદ સેવાઓ માટે રાષ્ટ્રપતિના હસ્તે નર્સિંગના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતા ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડથી વિભૂષિત થયા છે. વડોદરા તથા ગુજરાત અને નર્સિંગ પ્રોફેશનનું ગૌરવ વધાર્યું છે. ખાસ કરીને કોરોના કાળમાં આ લોકોએ નીડરતા સાથે કરેલી સમર્પિત દર્દી સેવાઓને ધ્યાનમાં લઈને તેઓને આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.

નર્સિંગ સેવામાં જોડાયેલ વર્ષાબેન રાજપૂત ગુજરાતના આરોગ્ય તંત્ર સાથે બે દાયકાથી નર્સિંગ સેવાઓમાં જોડાયેલા છે. હાલમાં જી.એમ.ઈ.આર.એસ.હોસ્પિટલ, ગોત્રીમાં નાયબ નર્સિંગ અધિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યાં છે. તેમણે કપરા કોરોના સમયે નર્સિંગના નોડલ અધિકારી તરીકે ખૂબ જવાબદારી પૂર્વક ફરજો અદા કરી હતી.

નૂતન રોબો કાર્ટનું નિર્માણ જ્યારે જોનિસ એલ્વિન મેકવાન મેલ નર્સ તરીકે પશ્ચિમ રેલવે આરોગ્ય તંત્ર સાથે તેર વર્ષથી સંકળાયેલા છે. ઉત્કૃષ્ઠ અને પ્રગતિશીલ નર્સિંગ પ્રોફેશનલ છે. જેમણે કોરોનાની કટોકટીમાં ઉત્તમ અને અસાધારણ આરોગ્ય સેવાઓ પ્રદાન કરી છે. હાલમાં વડોદરા સ્થિત ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં (Railway Hospital) વરિષ્ઠ નર્સિંગ અધિક્ષક તરીકે કાર્યરત જોનીસે કોરોના કાળમાં આઇસોલેશન વોર્ડ અને રેલવે સ્વાસ્થ્ય શિક્ષણના સુચારુ સંકલન માટે નૂતન રોબો કાર્ટ વિકસાવવાની જે અનોખી સૂઝબૂઝ બતાવી હતી.

પ્રોત્સાહન માટે એવોર્ડ આ બંને પદક વિજેતાઓએ તેમનું પ્રોફેશનલ શિક્ષણ દીપાવ્યું છે. ગુજરાતની અને પશ્ચિમ રેલવેની આરોગ્ય સેવાઓનું ગૌરવ વધાર્યું છે. તેની સાથે જોખમી માહોલમાં સમર્પિત દર્દી સેવાઓનું પ્રેરક ઉદાહરણ નર્સિંગ સમુદાય સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

નર્સિંગ સેવાઓને પ્રોત્સાહન ભારત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા ઉત્તમ નર્સિંગ સેવાઓને પ્રોત્સાહન આપવા 1973 થી આ એવોર્ડ આપવામાં આવે છે. વડોદરાના નર્સિંગ સિસ્ટર અને બ્રધરે એક થી વધુ વાર આ એવોર્ડ મેળવ્યો છે. રાજ્યમાં હાલ 8 જી.એમ. ઈ.આર.એસ.હોસ્પિટલ છે. જેમાં આ એવોર્ડ મેળવનારા વર્ષાબેન પ્રથમ છે. નર્સિંગના ક્ષેત્રનો આ સર્વોચ્ચ પુરસ્કાર વડોદરામાં એક સાથે બે નર્સિંગ પ્રોફેશનલને મળ્યો હતો. બે વડોદરાવાસીઓ એક જ સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે વિભૂષિત થયા હોય એવો પણ કદાચ આ પ્રથમ પ્રસંગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.