વડોદરા ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે વડોદરા શહેરની પાંચ બેઠકો માટે ભાજપના નિરીક્ષકોએ વડોદરામાં ધામા નાંખ્યા છે. ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત નિરીક્ષકોના નામો અને મોબાઈલ નંબર ગુપ્ત રાખવામાં આવ્યા છે.
મોબાઈલ નંબર ગુપ્ત વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો ઉમેદવારોના સેન્સ લેશે. ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા (sens process) હાથ ધરાશે. ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત નિરીક્ષકોના નામો અને મોબાઈલ નંબર ગુપ્ત રખાયા છે. સૌપ્રથમ સયાજીગંજ બેઠક પર ઉમેદવારોના સેન્સ લેવાશે. સયાજીગંજ બાદ અકોટા અને રાવપુરા વિધાનસભાના ટિકિટ દાવેદારોના સેન્સ લેવાશે. ત્યાર બાદ આવતીકાલે શહેર અને માજલપુર વિધાનસભાના ઉમેદવારોના સેન્સ લેવાશે સયાજીગંજ બેઠક માટે મજબૂત દાવેદરોએ દાવેદારી કરી છે.
ટિકિટ માટે મેદાનમાં બાહુબલી આગેવાન રાજેશ આયરે અને સિનિયર આગેવાન દલસુખ પ્રજાપતિના પુત્રએ દાવેદારી કરી છે. તેમજ વિષ્ણુ પ્રજાપતિએ સયાજીગંજ બેઠક માટે દાવેદારી કરી છે. ડભોઇ બેઠક પરથી 7 દાવેદારો ટિકિટ માટે મેદાનમાં છે.
ભાજપ કાર્યાલય ધમધમતું આજે અકોટા, રાવપુરા અને સયાજીગંજની સેન્સ હાથ ધરાશે. જેને લઈ નિરીક્ષક શંકર ચૌધરી ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી એક પરિવાર છે અને તમામને અમે સાંભળીશું. આખરી નિર્ણય મોવડી મંડળ કરશે. સેન્સ પ્રક્રિયાને કારણે મોડી રાત સુધી શહેર ભાજપ કાર્યાલય ધમધમતું રહેશે