ETV Bharat / state

scam in finance company: વડોદરાની ફાયનાન્સ કંપની સાથે 22 ભેજાબાજોએ કરોડોનું કરી નાંખ્યું

author img

By

Published : Mar 4, 2022, 6:58 PM IST

વડોદરામાં બોગસ ગ્રાહકો અને બોગસ દસ્તાવેજો બનાવી ફાઇનાન્સ કંપની(scam in finance company)સાથે ફ્રોડ થયો છે. રૂપિયા 7.70 કરોડનું કૌભાંડ આચરનાર ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ સહિત 22 ભેજાબાજો સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં(Vadodara Gotri Police) ફરિયાદ નોંધાઈ છે.

scam in finance company: વડોદરાની ચોલામંડલમ ફાયનાન્સને 22 ભેજાબાજોએ 7.70 કરોડનું કૌભાંડ કર્યું

વડોદરાઃ શહેરમાંં બોગસ ગ્રાહકો અને બોગસ દસ્તાવેજો ઉભા કરી ચોલામંડલમ ફાઇનાન્સ(scam in finance company) કંપની સાથે 7.70 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. 22 ભેજાબાજોની ટોળકીએ મળીને કરોડોનો ચુનો ચોપડતાં ગોત્રી પોલીસ મથકે ફરિયાદ (Vadodara Gotri Police)નોંધી તપાસ શરૂ કરી છે.

કરોડનું કૌભાંડ

કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું

વડોદરાનાં અલકાપુરી વિસ્તારમાં સેન્ટર પોઇન્ટ ખાતે આવેલ ચોલામંડલમ ફાયનાન્સ કંપની( Cholamandalam Finance Company)સાથે કરોડો રૂપિયા 7.70 કરોડની ઠગાઇ થઇ છે. આરોપીઓએ ભેગા મળી કાવતરું રચી ખોટા ગ્રાહકો ઉભા કરી લો પ્રોફાઇલ વાળી મિલકતની વેલ્યુએશન ઊંચી બતાવી કંપનીમાંથી લોન મેળવી અમુક લોનની રકમ બિલ્ડરનાં ખાતામાં જમા કરી બાકીની રકમ ફ્રીલાન્સર, એડિશનલ વર્ક કોન્ટ્રાક્ટરનાં ખાતામાં જમા કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.

આ પણ વાંચોઃ Company scam in Gujarat: બ્લેકલિસ્ટ થયેલ કંપનીએ ગુજરાતીઓના 18 કરોડનું કરી નાખ્યું, રાજ્ય સરકારને કરી રજૂઆત

વ્યક્તિઓના નામે લોન પાસ થઈ

લારી ધારકો જેવી વ્યક્તિઓનાં દસ્તાવેજોનો બોગસ દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી ભેજાબાજોએ બોગસ ગ્રાહકો અને વેલ્યુએશન રિપોર્ટ થકી રૂપિયા 7.70 કરોડની લોન મેળવી હતી. જે મિલકત ઉપર કંપનીએ મોર્ગેજ લોન પાસ કરી હતી. જે વ્યક્તિના નામે લોન પાસ કરી તે વ્યક્તિએ લોનની રકમના હપ્તા ભર્યા ન હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ફૂટપાથ ઉપર પથારો લગાવતા અને લારી ધારકો જેવી વ્યક્તિઓના નામે લોન પાસ થઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

ગ્રાહકોનાં બોગસ દસ્તાવેજો

જે વિસ્તારમાં પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોય તેવી પ્રોપર્ટી શોધી ઊંચા વેલ્યુએશન રિપોર્ટ બનાવી ગ્રાહકોનાં બોગસ દસ્તાવેજો કંપનીમાં જમા કરાવી કંપની પાસેથી રૂપિયા 7,70,66,800 ની લોન મેળવી લેવામાં આવી હતી. જે માટે 34 થી વધારે બોગસ લોન વાંચ્છુકો ઉભા કરવામાં આવ્યા હતાં. આ આખાયે કૌભાંડમાં વેલ્યુઅર ઉપરાંત કોન્ટ્રાક્ટર, ફ્રીલાન્સર, કન્સલ્ટન્ટ સહિતનાં ભેજાબાજોએ મળીને છેતરપિંડી કરી હતી. જે તમામ વિરૂદ્ધ કંપની દ્વારા ગોત્રી પોલીસ મથકના લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેની તપાસમાં પોલીસે અત્યાર સુધી સન્ની ઠક્કર, રમાકાન્ત જયસ્વાલ અને આકાશ શાહ નામનાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. જે 22 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. તેમાં વડોદરાનાં વડસર વિસ્તારમાં આવેલ જાણીતાં કાસા બિલ્ડરનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Pradhan Mantri Awas Yojana : આવાસ આપવાની લાલચે નાણાં પડાવતી ટોળકી સક્રિય, ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યા આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.