વડોદરા : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી છેડતી અને હત્યાના ગુનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને રોકવા અને ફરાર આરોપીઓને પકડી પાડવા ગુજરાત પોલીસ સતત કામગીરી કરતી જોવા મળી રહી છે. જ્યાં બીજી તરફ મહિલાઓ સુરક્ષિત રીતે ગમે ત્યાં એકલી ફરી શકે તે માટે વડોદરામાં શી ટીમની પણ રચના કરવામાં આવી છે. જેની સાથે મળી વડોદરા પોલીસ મહિલાઓની (Vadodara MS University) સુરક્ષાનું પુરેપુરુ ધ્યાન રાખતી જોવા મળી રહી છે. તેમજ મહિલાઓની છેડતી કરનારા સામે લાલ આંખ કરતી જોવા મળી રહી છે. ત્યારે આ બધા વચ્ચે વડોદરાની MS યુનિવર્સિટીમાં થયેલી છેડતીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે. (Student girl Extortion case in Vadodara)
આંખના ઈશારાથી છેડતી સમગ્ર મામલાને લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ACP જણાવે છે કે, હાલમાં MS યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી છે. જે અનુસંધાને વિદ્યાર્થીની પરીક્ષા આપી કોમર્સ બિલ્ડીંગના છેડા સુધી મિત્ર સાથે આવી હતી. જ્યાંના બ્રીજના છેડે આવેલા વડલા નીચે તેમના મિત્રો બેઠેલા હતા. તે સમયે આરોપી રીયાન પઠાણ, અબુતાલીબ પઠાણ અને શાહીદ શેખે વિદ્યાર્થીની આંખના ઈશારાથી છેડતી કરી અને એક આરોપીએ નજીક બોલાવવાનો ઈશારો કર્યો હતો. જ્યારે ત્રીજા આરોપીએ તેને એક નજરે જોઈ તેનો પીછો કર્યો હતો. જેથી વિદ્યાર્થીની છેડતી થતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીની હાલ ધરપકડ થઈ ગઈ છે. પરંતુ કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ જ તેમની એરેસ્ટની કામગીરી કરવામાં આવશે. (Molestation in Vadodara MS University)
આ પણ વાંચો MS Uni.માં પઠાણ ગેંગ ફરી સક્રિય: નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
શું હતો સમગ્ર મામલો 28 ડિસેમ્બરના રોડ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાબતને વડોદરા સયાજીગંજ પોલીસે ગંભીરતાથી લઈ આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. ત્યારે ટીમ અને સ્ટાફની મદદથી આરોપીઓ વિશે માહિતી મેળવી તેમના ઠેકાણા અંગે જાણ થતા પોલીસ દ્વારા ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડી તેમની કડક પૂછપરછ કરવામાં આવી હતી. છેડતીના ગુનામાં પોલીસ દ્વારા 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જેમની ઉંમર 20થી 21 વર્ષ છે. પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓ દ્વારા પોતે કરેલી છેડતીની કબૂલાત કરી હતી. જેને આધારે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવી છે. (Sayajigunj Police Station)
આ પણ વાંચો VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તા વાળું ભોજન લેવા મજબૂર
આરોપીઓ કોણ વડોદરા સયાજી પોલીસ દ્વારા છેડતીના ગુનામાં કુલ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં આરોપી રીયાન કૈયુમખાન પઠાણ (ઉ.વ. 20), અબુતાલીબ અબ્દુલકલામ પઠાણ (ઉ.વ. 20) અને નામ શાહીદ મુસ્તકીમ શેખ (ઉ.વ. 21).(Vadodara Crime News)