વડોદરાઃ વિશ્વ જ્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે સાવલીમાં પણ નગરપાલિકા દ્વારા નગર સલામતીના સફાઈ, દવા છંટકાવ સહિતની કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત સાવલી નગરપાલિકા અને મંજુસર જીઆઇડીસીના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત પ્રયાસથી સાવલીના વિવિધ વિસ્તારોમાં સેનેતાઈઝરિંગ કરાયું હતુ.
અન્ય વિસ્તારમાં ટ્રેક્ટર પર ઉપકરણો લગાવી થોડા દિવસોમાં સંપૂર્ણ નગરને સેનેટાઇઝ કરાવાનો આશાવાદ નગરપાલિકા પ્રમુખએ વ્યક્ત કર્યો હતો.