વડોદરા શહેરમાં ધામધૂમથી દિવાળીના (diwali festival) તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે શહેરીજનોને એક નવો અનુભવ મળશે. કારણ કે, તેઓ રાજા રવિ વર્માના ચિત્રોને ફરીથી જોઈ શકશે. અહીં સહજ ગૃપે (sahaj rangoli group) રાજા રવિ વર્માના ચિત્રોને (raja ravi varma paintings on rangoli) રંગોળી પર રિક્રિએટ કર્યા છે, જેનું પ્રદર્શન ઈસ્કોન મંદિર ખાતે (iskcon temple vadodara) યોજવામાં આવ્યું છે.
ઈસ્કોન મંદિરમાં રંગોળીનું પ્રદર્શન દિવાળીનો તહેવાર બધા તહેવારોમાંથી સૌથી રંગીન તહેવાર છે. ખાસ કરીને આ તહેવાર રંગોથી ઓળખાય છે. આ તહેવારમાં દરેકના ઘરે ઘરે તથા જાહેર સ્થળો પર પણ રંગોળી દોરવામાં આવતી હોય છે, જેથી દરેકનું જીવન પણ રંગોળી જેવું રંગીન બની રહે. વડોદરા કલાનગરીથી ઓળખાય છે અને આ કલાનગરીમાં પ્રખ્યાત રાજા રવિ વર્માના ચિત્રો પણ (raja ravi varma paintings on rangoli) સંગ્રહિત છે અને રાજા રવિ વર્મા પ્રથમ કલાકાર હતા, જેમને ભગવાનના સ્વરૂપો લોકો સમક્ષ પોતાના ચિત્રો થકી (raja ravi varma paintings) પ્રદર્શિત કર્યા હતા.
રંગોળી ચિત્રો પાછળ 50 કલાકની મહેનત રાજા રવિ વર્માના ચિત્રોને (raja ravi varma paintings ) સન્માન આપવા માટે શહેરના સહજ રંગોળી ગૃપ દ્વારા રંગોળીથી (raja ravi varma paintings on rangoli) રિક્રિએટ કરવામાં આવ્યા છે, જેનું પ્રદર્શન ઇસ્કોન મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. "સહજ કે સંગ, રાજા રવિ વર્મા કે રંગ"નામના (raja ravi varma paintings on rangoli) શીર્ષક હેઠળ કુલ 14 રંગોળીનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેને 16 કલાકારો દ્વારા 50થી 60 કલાકની અથાગ મહેનત બાદ રજૂ કરવામાં આવ્યું છે.
29 ઓક્ટોબર સુધી પ્રદર્શન સહજ રંગોળી ગૃપના સ્થાપક કમલેશ વ્યાસે જણાવ્યું હતું કે, અમારું ગૃપ (sahaj rangoli group)છેલ્લા 7 વર્ષથી ઇસ્કોન મંદિરના પરિસરમાં (iskcon temple vadodara) રંગોળી પ્રદર્શનનું કરતું આવ્યું છે. અમે લોકો હંમેશા એક થીમ ઉપર જ રંગોળી બનાવતા હોય છે. આ વર્ષે રાજા રવિ વર્માના ચિત્રોને રિક્રિએટ કરવાનો પ્રયાસ કર્યો છે. તેની અંદર હિન્દુ દેવીદેવતાના ચહેરા અને સંસ્કૃત મહાકાવ્યોમાંથી આ રંગોળી બનાવવામાં આવી છે. ઈસ્કોન મંદિર ખાતે 29 ઓક્ટોબર સુધી સાંજે 5થી 9 વાગ્યા દરમિયાન આ રંગોળી નીહાળી શકાશે.