- વડોદરામાં ભરચક વિસ્તારમાં જ્વેલરી શોપમાં લૂંટ
- ચાંપાનેર ચોકીથી ગણતરીના અંતરે થઈ લૂંટ, શટર બંધ કરી ચાકુની અણીએ લૂંટ
- લોહી લુહાણ કરી રોકડની ચલાવી લૂંટ
- સોની વેપારીને સારવાર હોસ્પિટલ અર્થે ખસેડાયો
વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે લગોલગ આવેલી ચોક્સી મોહનલાલ ડાયાભાઈની દુકાનમાં વેપારી પ્રફૂલભાઈ ચોક્સી બેઠા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો દુકાનમાં ઘુસી ગયા હતા અને દુકાનનું શટર પાડી દીધું હતું. દુકાનમાં બેઠેલા વેપારી પ્રફુલભાઈને એક શખ્સે હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા અને ગળા પર ખંજર જેવું મારક હથિયાર મૂકીને ગલ્લામાં જેટલા પૈસા હોય તે આપી દે તેમ કહી લૂંટ ચલાવી હતી અને પૈસા લઈને માત્ર 10થી 15 મિનિટમાં જ ફરી શટર ખોલીને બન્ને લુટારું ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : વડોદરામાં 6 મહિનાથી ફરાર લૂંટ અને ધમકીના ગુનાનો આરોપી ઝડપાયો
ચાંપાનેર દરવાજા પાસે જ્વેલર્સની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ રૂપિયાની ચલાવી લૂંટ
આ અંગે પ્રફૂલભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, એક કલાક પહેલા બેથી ત્રણ ઘરાક આવ્યા હતા અને તેઓ ચાલ્યા ગયા બાદ હું દુકાનમાં એકલો બેઠો હતો. જે બાદ અચાનક જ બે શખ્સો દુકાનમાં ઘૂસી આવી શટર પાડી દીધું હતું અને બેથી પાંચ હજાર રૂપિયાની જે રકમ ગલ્લામાં પડી હતી તે લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત પ્રફૂલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. લૂંટમાં વપરાયેલી રીક્ષાનો નંબર પોલીસને મળી આવેલો છે અને ફરાર આરોપીની શોધ ખોળ પોલીસે શરૂ કરી છે.