વડોદરા ડભોઈ તાલુકાના કરણેટ ગામમાં (Karnet Village in dabhoi) પચાસ ફૂટ ઊંડા કૂવામાં મોર ખાબકી ગયો હતો. આ અંગે કરણેટના પૂર્વ સરપંચ નીતિન પટેલે આ અંગે ડભોઈ વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાના કારણે વન વિભાગની ટીમ પોહચી મોરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વન વિભાગની ટીમની સાથે નેચરલ સેવિંગ ફાઉન્ડેશન (Natural Savings Foundation) અને ફેન્સ ઓફ એનિમલ ફાઉન્ડેશનની (Fans of Animals Foundation) ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. અહીં ત્રણ કલાકની ભારે જહેમત બાદ આ રાષ્ટ્રીય પક્ષી મોરને સહી સલામત રીતે બહાર કાઢી તેને સહી સલામત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
લોકોના ટોળા ઉમટ્યા કરણેટના પૂર્વ સરપંચ નીતિન પટેલે (Karnet Village in dabhoi) આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. એટલે વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર ઘટના બનતા આ મોરને નિહાળવા માટે ગામના (Karnet Village in dabhoi) રહીશો ઉમટી પડ્યા હતા.