ETV Bharat / state

ભાજપના શાસનમાં વિકાસ અત્યારે પણ ગાંડો છે, કારણ કે દેખાતો નથી : રાજસ્થાનના મુખ્યપ્રધાન - Ashok Gehlot Statement in Vadodara

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને રાજ્યમાં માહોલ (Gujarat Assembly Elections) ગરમાઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરનાર ભાજપ એક દિવસ મુક્ત થઇ જશે. (CM Ashok Gehlot visits Vadodara)

ભાજપના શાસનમાં વિકાસ અત્યારે પણ ગાંડો છે, કારણ કે દેખાતો નથી : રાજસ્થાનના મુખ્યપ્રધાન

author img

By

Published : Oct 29, 2022, 11:40 AM IST

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજસ્થાનના મુખ્યપ્રધાન (Gujarat Assembly Elections) અશોક ગહેલોતે વડોદરાની મુલાકાતે હતા. વડોદરામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. ગઈકાલે રાજ્ય સરકારે કિસાનો માટેનું 650 કરોડનું પેકેજ જાહેર કરી હતી જેને લઈને પણ આકરા પ્રહાર કર્યા હતા. રાજસ્થાનના મુખ્યપ્રધાને કહ્યું હતું કે, કિસાનો માટેને 650 કરોડનું પેકેડ માત્રને માત્ર ચૂંટણીલક્ષી છે. આ પેકેજથી કોંગ્રેસને કોઈ અસર થશે નહીં.(CM Ashok Gehlot visits Vadodara)

કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરનાર ભાજપ એક દિવસ મુક્ત થઇ જશે : અશોક ગેહલોત

કોરોનામાં ગુજરાત થયું અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીની તારીખનું એનાઉન્સમેન્ટ રાખ્યું છે. ગુજરાત કોરોનામાં ભાજપ સરકારના કારણે બદનામ થયું છે. ખોટા આંકડા, અવ્યવસ્થા અને અસંખ્ય મોત સહિત અનેક સવાલો છે. ભાજપની ગૌરવ યાત્રાનો લોકો વિરોધ કરે છે. ગૌરવ યાત્રા ધરાર નિષ્ફળ પુરવાર થઇ છે. અમે સરકાર બનાવી ભાજપના શાસનનો અંત લાવીશું ભાજપ લોકતંત્રની ધજીયા ઉડાવી રહ્યું છે. હાલ રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારીથી તમામ સ્તરના લોકો ભયંકર સ્થિતિમાં પસાર થઇ રહ્યા છે. બેરોજગાર યુવાનો દુઃખી છે અગાઉની સરખામણીએ રાજ્યની પરિસ્થિતિ ડામાડોળ નજરે ચડે છે. (Ashok Gehlot attacks BJP)

ભાજપ ભગવાનના નામે રાજનીતિ વધુમાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિકવેસ્ટ છે કે રાજસ્થાનની માફક સમગ્ર દેશમાં લોકો માટે 10 લાખની વીમા પોલિસી અમલી બનાવે સમગ્ર દેશમાં રાજસ્થાન મોડેલ અપનાવે ભાજપ આદર્શ ગામ, સ્માર્ટ સીટીની વાતો કરે છે, પરંતુ વાસ્તવમાં ઠેકાણા નથી. આમ આદમી અમારી હરીફની લિસ્ટમાં પણ નથી. દિલ્લીવાળા મોદીના દોસ્ત છે. પંજાબમાં શું થઈ રહ્યું છે તે સહુ કોઈ જાણે છે. તેમને મત માંગવાનો નૈતિક અધિકાર પણ નથી. ભાજપના શાસનમાં વિકાસ અત્યારે પણ ગાંડો છે, કારણ કે દેખાતો નથી. કોંગ્રેસ મુક્તની વાતો કરવા વાળા ખૂદ મુક્ત થઈ જશે હવે જનતા સમજદાર બની છે. લોકાર્પણ-ઉદ્ઘાટનના નામે ખોટા પ્રચાર પ્રસાર ઉપર વિશ્વાસ નહીં મૂકે. ભાજપ ભગવાનના નામે રાજનીતિ કરે છે અને આપ તે નીતિ અપનાવે છે. (Ashok Gehlot Statement in Vadodara)

કોંગ્રેસ મુક્ત કરવાની વાતો રાજસ્થાનના મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા યોજનાબધ્ધ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વખતે ગુજરાતમાં ભાજપાના કુશાસનનો અંત આવશે. કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે. ભાજપથી કોંગ્રેસમાં આવેલા કાર્યકરોને ટિકીટ આપવી કે નહીં તે પાર્ટીની કમિટી નક્કી કરશે. આ વખતે અમારો મુખ્ય ચૂંટણી મુદ્દો મોંઘવારી અને બેરોજગારી રહેશે. કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરનાર ભાજપ એક દિવસ મુક્ત થઇ જશે. કોંગ્રેસને મુક્ત કરવી શક્ય નથી. રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય ઓબઝર્વર અશોક ગેહલોત તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રઘુ શર્મા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. (CM Ashok Gehlot visited Vadodara)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.