ETV Bharat / state

કરજણ પેટા ચૂંટણી: પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સભાઓ ગજાવવા માટે આવેલા કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપ સરકારની પ્રજાલક્ષી અને ખેડૂતલક્ષી કામગીરીની સરાહના કરી હતી.

કરજણ પેટા ચૂંટણી :  પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
કરજણ પેટા ચૂંટણી : પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારોકરજણ પેટા ચૂંટણી : પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
author img

By

Published : Oct 31, 2020, 2:25 PM IST

  • પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
  • ભાજપ સરકારની પ્રજાલક્ષી અને ખેડૂતલક્ષી કામગીરીની સરાહના
  • ભાજપના હાથ મજબૂત કરવા માટે મતદારોને હાકલ કરી

વડોદરાઃ જિલ્લાની કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને માટે પોર અને સાધલીમાં સભાઓ ગજાવવા માટે આવેલા કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ભાજપ સરકારની પ્રજાલક્ષી અને ખેડૂતલક્ષી કામગીરીની સરાહના કરીને ભાજપના ઉમેદવારને મત આપીને ચૂંટી કાઢી ગુજરાત વિધાનસભામાં મોકલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના હાથ મજબૂત કરવાને માટે મતદારોને હાકલ કરી હતી.

પુરષોત્તમ રૂપાલાએ સરકારી યોજનાઓની છણાવટ કરી

પ્રધાન પુરષોત્તમ રૂપાલાએ ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતોને માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક વધારવા માટે અને આર્થિક રીતે સધ્ધર કરવાને માટે સતત કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તેઓએ સરકારની યોજનાઓ જેવી કે, માં અમૃતમ કાર્ડ જેવી અનેક યોજનાઓની પણ છણાવટ કરી ગરીબ અને ગરીબી રેખાની નીચે જીવતા માનવીઓને માટે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર સતત ચિંતિત હોવાનું જણાવ્યું હતું.

કરજણ પેટા ચૂંટણી : પુરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

કિશાનનિધિ યોજનાની સરાહના કરવામાં આવી

તેઓએ કેન્દ્રના નવા કૃષિ કાયદાની સવિસ્તાર સમાજ આપીને એ ખેડૂતોની આર્થિક સ્થિતિ સધ્ધર કરવામાં મહત્વનો ભાગ ભજવશે એમ જણાવ્યું હતું. સાથે સાથે સરકાર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાને માટે પ્રયત્નશીલ જ નહિ પરંતુ કૃતજ્ઞ હોવાનું જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાન મોદીએ આઝાદી બાદ સૌ પ્રથમવાર ખેડૂતોના ખાતામાં છ-છ હજાર જમા કરાવ્યાનો ઉલ્લેખ આ સભામાં કર્યો હતો. તેમજ કિસાનનિધિ યોજનાની મુક્ત કંઠે સરાહના કરી હતી. આ સભામાં સ્થાનિકોની ભારે મેદની એકત્ર થઇ હતી.પોર અને સાધલીની સભામાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા,સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી ભાજપના ઉમેદવારને વિજયી બનાવા મતદારોને હાકલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.