ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને માસિકધર્મ અને તે અંગેની સ્વચ્છતા જાળવવા તથા તેની મહત્વતા વિશે જાગૃત્તિનો અભાવ હોય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના સ્ત્રીવર્ગને સાવચેતી, જાણકારી અને યોગ્ય માહિતી આપવા પ્રત્યક્ષ માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..આરોગ્ય, ICDS, શિક્ષણ, આયુષ, DRDA, સામાજિક સંસ્થાઓ સહિતના સંબંધિતો સંકલન કરી જિલ્લા સ્તરે આદર્શ સમન્વયીકરણ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમ જુન માસથી શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓ અને અન્ય બહેનોને IEC મટિરિયલ્સ પરિસંવાદ વિડીયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આગામી એક વર્ષ સુધીમાં જિલ્લાના અંદાજે 2 લાખથી વધુ મહિલાઓને માસિકધર્મ સ્વચ્છતા વિશે જાણકારી સમજણ અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમના ભાગરૂપે તાજેતરમાં જિલ્લા વિશેષ આયોજન કર્યુ. જેમાં 34 દવાખાનાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો પર કિશોરીઓ અને મહિલાઓને માસિકધર્મ સ્વચ્છતા (Menstrual Hygiene Management MHM ) સહિત આહારવિહાર,દીનચર્યા-ઋતુચર્યા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલા અને કિશોરીઓ સભાનતા સાથે સ્વાસ્થ્ય સંબંઘિ માહિતી મેળવી શકે