ETV Bharat / state

વાઘોડિયામાં જેટકો કંપનીએ વીજ ટાવરો ઉભા કરતા ખેડૂતોને નુકશાન થતા વળતરની માંગ કરી

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નવા આજવા રોડ પાસે ખેતરમાં હાઈટેનશન લાઈનના મોટા વીજ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. ખેડૂતોને નુકશાન બાદ વળતર નહીં મળતા જેટકો કંપનીના અધિકારીએ પોલીસ બંદોબસ્ત લઈને ખેતરમાં લાઈટના ટાવરનું કામ ચાલુ કરવાની ફરજ પડી હતી.

વાઘોડિયા તાલુકાના નવા આજવા રોડ પર જેટકો કંપની દ્વારા વીજ ટાવરો નાખવાની કામગીવાઘોડિયા તાલુકાના નવા આજવા રોડ પર જેટકો કંપની દ્વારા વીજ ટાવરો નાખવાની કામગીરીરી
વાઘોડિયા તાલુકાના નવા આજવા રોડ પર જેટકો કંપની દ્વારા વીજ ટાવરો નાખવાની કામગીરી
author img

By

Published : Nov 8, 2020, 11:26 AM IST

  • જેટકો કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી
  • હાઇટેનશન લાઈનના વીજ ટાવર નાખવાની કામગીરી
  • ખેડૂતોને નુકશાનીનું વળતર નહીં મળતાં કંપની સંચાલકો સામે આક્રોશ

વડોદરા : જિલ્લાના વાઘોડિયા તાલુકાના નવા આજવા રોડ પાસે અંદર ખેતરમાં હાઈટેનશન લાઈટના મોટા ટાવર ઊભા કરવામાં આવ્યા છે. જેટકો કંપની તરફથી ખેતરોના બંન્ને છેડા ઉપર હાઈ ટેન્શન લાઈટના મોટા ટાવરના બે-બે પાયા ઉભા કરવામા આવ્યા હતા. જેનો વિરોધ જે તે ખેતરના ખેડૂતોએ કર્યો હતો. ખેતરમાં ઉભા પાકનું પણ નુકસાન કરવામાં આવ્યું હતું. જેથી ખેડૂતોએ માંગ કરી છે કે, જેટકો કંપની તરફથી જે લાઈટના ટાવરો ખેતરમાં ઉભા કરવામાં આવ્યા છે. એનું અમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ.

વળતર નહિ મળે તો ગાંધીચીંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી

બીજી તરફ ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના ઓડીયોમા સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે, જેટકો કંપનીના અધિકારી સાથે ખેડૂતની ફોન દ્વારા પૈસાની લેવડ-દેવડની ડીલ થઈ રહી છે. હજુ સુધી ખેડૂતોને જેટકો કંપનીના અધિકારીઓ સાથે વિશ્વાસ બંધાઈ રહ્યો નથી. આખરે ખેડૂતને મીડિયાનો સહારો લેવો પડ્યો હતો. ખેડુતોએ મીડિયાના માધ્યમથી પ્રતિક્રિયા આપી હતી કે, અમારા ખેતરમાં થયેલી નુક્શાનીનું પૂરેપૂરું વળતર નહીં મળે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે પણ જઈશું તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.