- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વડોદરા જિલ્લામાં ધમધમાટ શરૂ
- બેઠકના સંભવિત દાવેદારોએ પ્રચારના શ્રીગણેશ કર્યા
- તાલુકા ભાજપના કાર્યકરોએ રેલી યોજી
વડોદરાઃ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે હાલ ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે. ત્યારે વડોદરા તાલુકાની બેઠક ઉપર સંભવિત ઉમેદવારોએ ભેગા મળી લોક સંપર્ક શરૂ કરી દીધો હતો. ભાજપના દાવેદારોએ રેલી સ્વરૂપે ફરી જનસંપર્ક સાધ્યો હતો.
બહોળી સંખ્યામાં તાલુકા ભાજપના કાર્યકરો જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વડોદરાની રણોલી જિલ્લા પંચાયતની બેઠક પરના સંભવિત ઉમેદવારોએ સોમવારે જનસંપર્ક કર્યો હતો. જેમાં ભાજપના મહિલા અને યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ બાજવા, રૂપાપુરા, દામાપુરા, રઢીયાપુરા ખાતે પ્રચાર કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ પક્ષ માટે તેમામ કાર્યકરો કામે લાગી રેલીમાં જોડાયા હતા અને પ્રચાર શરૂ કરી દીધો હતો.
કાર્યકરોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે વડોદરા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના સંભવિત દાવેદારોએ કાર્યકરો સાથે સોમવારથી પાર્ટીનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે.