ETV Bharat / state

નંદેસરી પોલીસે કેમિકલ ચોરી કૌભાંડનો કર્યો પર્દાફાશ, 3ની અટકાયત - Vadodara Crime News

વડોદરાના નંદેસરી વિસ્તારમાંથી પોલીસે (Chemical theft scam in Vadodara) શંકાસ્પદ પ્રવાહી કેમિકલના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે ત્રણ શખ્સો સાથે અંદાજે 50.59 લાખનો જથ્થો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Nandesari Chemical theft scam)

નંદેસરી પોલીસે કેમિકલ ચોરી કૌભાંડનો કર્યો પર્દાફાશ, 3ની અટકાયત

author img

By

Published : Dec 24, 2022, 6:21 PM IST

વડોદરા : શહેરના નંદેસારી વિસ્તારમાં આવેલા દામાપુરા ગામના એક ગોડાઉનમાં (Chemical theft scam in Vadodara) શંકાસ્પદ પ્રવાહી કેમિકલના ગોડાઉન પર નંદેસરી પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ગોડાઉનમાંથી ટેન્કર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી કેમિકલનો શંકાસ્પદ 50.59 લાખનો જથ્થો કબજે લીધો હતો. આ કેમિકલ ચોરી કરવાના ચાલી રહેલા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હાલમાં ત્રણે શખ્સોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે. (Nandesari Chemical theft scam)

કેવી રીતે પકડાયા વડોદરા શહેર પોલીસ દ્વારા અવારનવાર ગેર પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સોને ઝડપી પાડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાની હદ વિસ્તારમાં નંદેસરી પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજાને બાતમી મળી કે, રેલવે ફાટકની સામે દામાપુરા ગામ તરફ મનુ ગોહિલના માલિકના ખેતરમાં બનાવેલા ગોડાઉનમાં યોગેશ દરજીના ટેન્કરમાંથી પાઇપ વડે ઇલેક્ટ્રિક મોટર દ્વારા અન્ય ટેન્કર તેમજ પ્લાસ્ટિકના ડ્રોમમાં કેમિકલ ખાલી થાય છે. જે આધારે નંદેસરી પોલીસે દરોડા કરતા ત્રણ શખ્સોને જોવા મળ્યા હતા. (Nandesari police busted theft scam)

આ પણ વાંચો Chemical Theft Scam: નારોલ પોલીસ દ્વારા ઝડપાયું કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ, ત્રણ આરોપીની કરાઈ ધરપકડ

શખ્સોને પકડ્યા આ ત્રણેય શખ્સો ખુલ્લા પ્લોટવાળા ગોડાઉનમાં કોસ્ટિક સોડાલ નામનું પ્રવાહી કેમિકલ ભરેલા ટેન્કરમાંથી ઇલેક્ટ્રિક મોટર પાઇપ દ્વારા અન્ય પ્લાસ્ટિકના ડ્રોમમાં કાઢતા પકડાઈ ગયા હતો. જે અંગે પૂછતાછ કરી હતી કે, બીલ કે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જાણવા મળ્યું હતું. આ મુદ્દામાલ ચોરી કે અન્ય ગેરરીતિથી લાવેલા જણાતા ત્રણ ટેન્કર ,એક ટેમ્પો તેમજ એક મહિન્દ્રા કંપનીની એક્સ યુ વી ફોર વીલર મળી કુલ રૂપિયા 50.59 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. (Chemical theft scam in Nandesari Vadodara)

ઝડપાયેલા મુદ્દામાલ અને આરોપી આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 10 ટન જેટલું કોસ્ટિક સોડા લાઇ ભરેલું ટેન્કર, રૂપિયા 5 લાખની કિંમતનું કોસ્ટિક કેમિકલ, એક ખાલી ટેન્કર, 35 હજારની કિંમતનું 25 ટન હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર, 6 નંગ પ્લાસ્ટિકના કારબા મુકેલો ટેમ્પો, યોગેશ દરજીની માલિકીની કાર, જનરેટર, ઇલેક્ટ્રિક મોટર સહિત ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 50.59 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે ઝડપાયેલા આરોપીઓમાં યોગેશ દરજી, મુકેશ ભાભર અને કમલ ચૌહાણને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (Chemical godown at Damapura village)

આ પણ વાંચો નવસારીમાં ચીખલી હાઇવે પર કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું , 4 આરોપીઓની ધરપકડ

PI શુ કહે છે આ અંગે નંદેસરી પોલીસ મથકના PI જે.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, ઘટના સ્થળેથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ પૂછતાછ ચાલી રહી છે કે આ મૂળ જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં ઉપયોગ લેવાતો હતો. હાલમાં આ બાબતે કાર્યવાહી ચાલુ છે.(Vadodara Crime News)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.