ETV Bharat / state

Vadodara accident : વાઘોડિયા રોડની મંથરગતિએ કામગીરીથી વારંવાર અકસ્માત, એકનું મૃત્યુ - વડોદરા સમાચાર

વડોદરા વાઘોડિયા રોડ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ (accident Death case in Vadodara) નિપજ્યું છે. અકસ્માત સર્જાતા ટ્રાફિકના ચક્કાજામ થઈ ગયું હતું. પોલીસને ઘટના સ્થળે આવીને મામલો થાળે પાડીને અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Vadodara Waghodia Road accident)

Vadodara accident : વાઘોડિયા રોડની મંથરગતિએ કામગીરીથી વારંવાર અકસ્માત, એકનું મૃત્યુ

author img

By

Published : Jan 20, 2023, 3:36 PM IST

વડોદરા વાઘોડિયા રોડ ગોઝારો અકસ્માત

વડોદરા : વાઘોડિયા રોડની કામગીરી છેલ્લા કેટલાય સમયથી મંથરગતિએ ચાલી રહી છે. જેના કારણે રોજે રોજ આ રોડ પર અકસ્માતના બનાવો બનતા રહે છે અને અત્યાર સુધી કેટલાય લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે .પરંતુ આ મંથરગતિએ ચાલતી કામગીરીને ઝડપી બનાવવા માટે તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ લાગે છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારના લોકોની હવે માંગણી છે કે આ રોડને ઝડપથી પૂર્ણ કરે જેથી રોજે રોજ થતા અકસ્માતો બનાવો ન બને.

વાઘોડિયા GIDC આર.કે એન્ટરપ્રાઇઝ કંપનીના માલિકનું મોત : વાઘોડિયા GIDCમાં આર.કે એન્ટરપ્રાઇઝ કંપનીના માલિક રાજેશ પરમાર પોતાની કંપનીના કામથી બુલેટ લઈ ગયાં હતાં અને પરત વાઘોડિયા તરફ આવતા હતા. તે સમય દરમિયાન અચાનક એક વાહન ચાલકે તેઓને ટક્કર મારી હતી. જેના કારણે તેઓ પોતાના બુલેટ પરનું બેલેન્સ ગુમાવી બેસતા સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને પડતાની સાથે તેઓને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. જેને કારણે તેઓનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયું હતું.

આ પણ વાંચો : Surat Accident: મોતની રફતાર બેફામ, ડમ્પર ચાલકે બાઈક રાઈડરને અડફેટે લેતા મોત

રહીશો દોડી આવીને 108ને જાણ કરી હતી : આ ગોઝારા અકસ્માતને કારણે આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવીને 108ને જાણ કરી હતી. પરંતુ આ રાજેશ પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયુ હતું. વાહન ચાલકે તેઓને ટક્કર મારી તે કોઈને પણ ખબર પડી ન હતી, પરંતુ ટક્કર મારીને વાહન ચાલક પૂર ઝડપે ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના કારણે વડોદરા વાઘોડિયા રોડ પર ટ્રાફિકના ચક્કાજામ થઈ ગયા હતા. તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર ઘટના થાળે પાડી હતી અને વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરી દેવાયો હતો.

આ પણ વાંચો : Tragic accident: ડભોઈના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત

રોડ વિભાગની મંથરગતિની કામગીરીને કારણે થતા અકસ્માત : વડોદરા વાઘોડિયા રોડની કામગીરી મંથનગતિએ ચાલે છે જેના કારણે રોજે રોજ આવા અકસ્માતો થાય છે. જેથી આસપાસના રહીશોની માંગણી છે કે આ કામગીરીને પૂર ઝડપથી પૂર્ણ કરે તો આવા વારંવાર અકસ્માત થાય નહીં. આ સમગ્ર ઘટના બનતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને આ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.