ETV Bharat / state

MSU ઉત્તરવહી કૌભાંડ- 2 પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો - paper leack

વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ચોરી બહાર લઈ જઈ તેમાં ચેડાં કરીને પાસ કરાવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ હતુ. જેમાં યુનિવર્સિટીએ પટ્ટાવાળા અને કેટલાક વિદ્યાર્થીઓ પર પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આ કૌંભાડની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે.

MSUના સપ્લીમેન્ટ્રી કૌભાંડમાં 2 પટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો
author img

By

Published : May 20, 2019, 11:07 AM IST

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના આર્ટ્સ ફેકલ્ટીના સેન્ટ્રલ એસેસમેન્ટના કો-ઓર્ડિનેટરે પટ્ટાવાળા ચિરાગ વડદ્રા અને અંકિત ફણસે સહિત 12 વિદ્યાર્થીઓ સામે ઉત્તરવહીઓ ચોરવાની ફરીયાદ નોંધાવી છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે સાંઠગાંઠ કરી પરિણામમાં ફાયદો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્યુન દ્વારા યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સેન્ટ્રલ એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહીઓ કાઢી જઇ તેમાં સુધારા કરીને વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ ચાલી રહ્યુ હતુ.

પ્રાથમિક તબક્કે 12 વિદ્યાર્થીઓની વિગતો બહાર આવી છે. આ કૌભાંડમાં મોબાઇલ કોલ્સ અને SMS દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો. આ આખા પ્રકરણમાં મોટા માથાઓની પણ સંડોવણી હોવાની પૂરેપુરી શક્યતાઓ રહેલી છે. જેથી પોલીસે દરેક પાસા ધ્યાનમાં રાખીને તપાસનો દૌર શરુ કર્યો છે.

વડોદરા MSUના સપ્લીમેન્ટ્રી કૌભાંડમાં મામલો: બે પ્યુન અને શકમંદ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ..

વડોદરા એમ એસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ચોરી બહાર લઈ જઈ તેમાં ચેડાં કરીને પાસ કરાવવાના ચકચારભર્યા કૌભાંડ અંગે આખરે યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે બે પ્યુન અને ૧૨ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આર્ટ્સ ફેકલ્ટીના સેન્ટ્રલ એસેસમેન્ટના કો-ઓર્ડિનેટર નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,સેન્ટ્રલ એસેસમેન્ટમાં હંગામી ધોરણે કામ માટે રખાયેલા પ્યુન ચિરાગ વડદ્રા અને અંકિત  ફણસેએ કેટલાક વિદ્યાર્થીઓ સાથે સાંઠગાંઠ કરી વિદ્યાર્થીઓના પરિણામમાં ફાયદો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ પ્યુન દ્વારા યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સેન્ટ્રલ એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહીઓ કાઢી જઇ તેમાં સુધારા કરીને વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડની યુનિવર્સિટીની કમિટીએ તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે પ્રાથમિક તબક્કે બાર વિદ્યાર્થીઓની વિગતો  બહાર આવતાં બે પ્યુનની સાથે સાથે તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.ઉપરોક્ત કૌભાંડમાં મોબાઇલ કોલ્સ અને એસએમએસનો ઉપયોગ થયો હોઇ પોલીસે આઇટી એકટ તેમજ મોટું ષડયંત્ર હોઇ તેમાં અન્ય માથાંઓની સંડોવણીની આશંકા હોઇ ગુનાહિત કાવત્રાની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસ તપાસમાં હજુ પણ અનેક ખુલાસાઓ થવીની શકયતા સેવાઈ રહી છે..

--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.