ETV Bharat / state

આ યુનિવર્સિટીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બને છે પેટ્રોલ ડીઝલ સાથે અનેક વસ્તુઓ - સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તું

સિંગલ યુઝ પ્લાસ્ટિક એક તરફ પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે, ત્યારે વડોદરાની રેલવે યુનિવર્સિટી (Vadodara Railway University) દ્વારા પ્લાસ્ટિકનો ફરી ઉપયોગ કરી પ્લાસ્ટોફ્યુઅલ બનાવવામાં આવે છે. આ માટેની લેબોરેટરી વિકસાવવામાં આવી છે.(Petrol Diesel Manufacturing Lab in Vadodara) વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી પ્રેટોલ-ડીઝલ બનાવતી લેબ

આ યુનિવર્સિટીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બને છે પેટ્રોલ ડીઝલ સાથે અનેક વસ્તુઓ

author img

By

Published : Dec 13, 2022, 10:20 PM IST

વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી પ્રેટોલ-ડીઝલ બનાવતી લેબ

વડોદરા : ભારતમાં વિદેશમાંથી પેટ્રોલ અને ડીઝલ આયાત કરવું પડે છે તેમજ યુદ્ધ જેવી સ્થિતિમાં એના ભાવ પણ આસમાને પહોંચે છે, ત્યારે એનો વિકલ્પ રેલવે યુનિવર્સિટીના રિચર્સ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. જે પ્લાસ્ટિકને કારણે પ્રદૂષણ ફેલાય છે અને એના મોટા ડુંગર ખડકાય છે તેમજ એનો નાશ કરવો પણ અશક્ય છે. હવે એમાંથી રેલવે યુનિવર્સિટી દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને ગેસ (single use plastic made) બનાવવામાં આવે છે. જેથી હવે ભવિષ્યમાં પેટ્રોલિયમ પેદાશો માટે વિદેશ પર નિર્ભર નહીં રહેવું પડે અને સાથે કચરામાંથી મુક્તિ મળશે અને એમાંથી કંચન પેદા થશે. (Vadodara Railway University)

માત્ર કલાકોની પ્રોસેસથી ડીઝલ બને છે મળતી માહિતી અનુસાર રેલવે યુનિવર્સિટીની લેબોરેટરીમાં પ્લાસ્ટિક પર રિસર્ચ દરમિયાન જુદાં જુદાં તાપમાન પર જુદું જુદું ફ્યુઅલ મળ્યું છે. જેમ કે 180 ડીગ્રી પર ડિસ્ટિલેટેડ પ્લાસ્ટો ફ્યુઅલ, 200 ડિગ્રી પર ડિસ્ટિલેટેડ પ્લાસ્ટો ફ્યુઅલ, 230 ડિગ્રી પર મળેલું પ્લાસ્ટો ફ્યુઅલ અને રૉ પ્લાસ્ટો ફ્યુઅલ પ્લાસ્ટિકમાંથી બનાવેલા પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને ગેસની શુદ્ઘતા કેટલી છે. એ લેબમાં સ્થાપિત મશીનરીમાં માપવામાં આવે છે. જેથી ક્રૂડમાંથી મળેલા પેટ્રોલ અને પ્લાસ્ટિકમાંથી મળેલા ફ્યુઅલની ગુણવત્તાની સરખામણી કરી શકાય છે. પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવા દરમિયાન છેલ્લે રાખ વધશે એનો ઉપયોગ પણ રોડ બનાવવા માટે થશે. આ માટેનો પ્રયોગ સફળ રહ્યો છે. આમ, હાલ જે પ્લાસ્ટિક માથાનો દુખાવો બન્યું છે. એના અંતિમ અવશેષ સુધીનો સદુપયોગ થઈ જશે. આ પ્લાન્ટ પોલિક્રેક ટેકનોલોજી પર આધારિત છે અને માત્ર 24 કલાકની પ્રોસેસમાં કચરામાંથી ડીઝલ બને છે. (Single Use Plastics in Vadodara)

પ્લાસ્ટિકમાંથી વિવિધ વિકલ્પો ઉપયોગમાં લેવાય ગયેલા પ્લાસ્ટિકમાંથી રેલવે યુનિવર્સિટીમાંથી ઘરમાં વપરાતા સ્ટવમાં ઉપયોગમાં લેવાતું કેરોસિન બનાવવામાં આવ્યું છે. સાથે રાંધણગેસ બનાવવામાં આવ્યો છે અને એને આપણે જે ગેસનો સ્ટવ હોય છે. એમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવ્યો છે. જેથી હવે પ્લાસ્ટિકમાંથી બનેલા આ ફ્યુઅલ LPGનો વિકલ્પ બની રહેશે. સાથે પ્લાસ્ટિકમાંથી ડીઝલ બનાવાયું છે. (single use plastic made)

વિવિધ મશીનોમાં ફ્યુઅલનો ઉપયોગ થાશે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલું ફ્યુઅલ એટલું અસરકારક છે કે એનાથી રેલવેના પાટા જેવા સખત લોખંડને પણ કાપી શકે એવા કટર મશીનો ચાલી શકે છે, સાથે ખેતીમાં ઘાસ કાપવા, ગાર્ડનમાં ટ્રિમિંગ અને મચ્છર ભગાડવાનાં મોટા ફોગિંગ મશીનો પણ આ ફ્યુઅલથી સંચાલિત થઇ શકે છે અને આ તમામના પ્રયોગ 100 ટકા સફળ રહ્યા છે. (Petrol Diesel Manufacturing Lab in Vadodara)

પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવાનો પ્લાન્ટ રેલવે યુનિવર્સિટી દ્વારા વડોદરામાં પંડ્યા બ્રિજ પાસે પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવાનો પ્લાન્ટ હાલ સ્થાપિત કરવામાં આવ્યો છે અને એનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એને સફળતા મળ્યા બાદ વડોદરા જિલ્લાના પાદરામાં રેલવે સ્ટેશનની નજીક વડોદરામાં સ્થાપિત પ્લાન્ટ કરતાં ચાર ગણા મોટા પ્લાન્ટની ભાવિ યોજના છે. (Vadodara Railway University Laboratory)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.