ETV Bharat / state

ડભોઈમાં રસ્તામાં ઢોળાયેલું ડીઝલ લેવા માટે લોકોની પડાપડી

author img

By

Published : Oct 8, 2020, 8:29 PM IST

ડભોઈ વેગા ચોકડી પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ પર વડોદરા ફાયરબ્રિગેડના વાહન અને ડિઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડિઝલની ટાંકી ફાટી જતા ડિઝલ રસ્તામાં ઢોળાઈ ગયું હતું, જેનો લાભ લઈ આજુબાજુના લોકો એકઠા થઈ જે પણ વાસણ મળ્યું તેમાં ડિઝલ ભરીને લઈ ગયા હતા.

ડભોઈમાં રસ્તામાં ઢોળાયેલા ડિઝલને લઈ જવા લોકોની પડાપડી

ડભોઈઃ ડભોઈ વેગા ચોકડી પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ પર વડોદરા ફાયરબ્રિગેડના વાહન અને ડિઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડિઝલની ટાંકી ફાટી જતા ડિઝલ રસ્તામાં ઢોળાઈ ગયું હતું, જેનો લાભ લઈ આજુબાજુના લોકો એકઠા થઈ જે પણ વાસણ મળ્યું તેમાં ડિઝલ ભરીને લઈ ગયા હતા. પોલીસ અને વડોદરા ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

ડભોઈ વેગા ચોકડી પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ પર વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન દળનું ફાયર સ્નોર સ્કેલ વાહન અને ડિઝલ લઈ જતા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે ડિઝલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. આસપાસના લોકોએ તેનો લાભ ઉઠાવી રસ્તા પર ઢોળાયેલા ડિઝલને ઘરે લઈ જવા માટે પડાપડી કરી હતી. ફાયરબ્રિગેડનું સ્નોર સ્કેલ વાહન ડભોઈ પાસે સમારકામ માટે લાવવામાં આવ્યું હતું, જેનો ચાલક માર્ગ ભૂલી જતા ઓવરબ્રિજ ઉપર આગળ જઈ પરત બ્રિજ ઊતરી રહ્યા હતા. તે જ સમયે સામેની બાજુથી છોટા ઉદેપુર તરફ જતું ડિઝલ ભરેલું ટેન્કર તેની સાથે અથડાયું હતું. આથી ટેન્કરમાં કાણાં પડી જતા ડિઝલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. જો કે, આગ લાગી ન હતી. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતા અધિકારી ઓમ જાડેજા સહિત તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

બે કલાક સુધી ડભોઈથી છોટાઉદેપુરનો મુખ્ય રસ્તો બંધ રાખીને અન્ય રસ્તા પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ડભોઈ પોલીસને કરાતા પીઆઈ જે. એમ. વાઘેલા સહિતના પોલીસ સ્ટાફે તત્કાલ બનાવ સ્થળે પહોંચી જઈ સ્થિતિને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે દુર્ઘટના થઈ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.