ETV Bharat / state

Narcotics Cyber Scam: 'નાર્કોટિક્સ સાઈબર સ્કેમ'ની મોડસ ઓપરેન્ડી અપનાવી લોકો સાથે થઇ રહી છે છેતરપીંડી, સ્કેમથી બચવા માટે શું કરશો? - મોડસ ઓપરેન્ડી અપનાવી લોકો સાથે થઇ રહી છે છેતરપીંડી

સાયબર માફિયાઓ 'નાર્કોટિક્સ સાઈબર સ્કેમ' પ્રકારની મૉડેસ ઑપરેન્ડી અપનાવી ખાસ કરીને મહિલાઓને છેતરી રહ્યા છે. આ પ્રકારના ત્રણ જેટલા કેસ સ્ટડી સામે આવ્યા છે. ભારતના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલને 1 જાન્યુઆરી 2020 અને 15 મે 2023 વચ્ચે આશ્ચર્યજનક 22,57,808 ફરિયાદો મળી છે.

people-are-being-cheated-by-adopting-the-modus-operandi-of-narcotics-cyber-scam

author img

By

Published : Jul 7, 2023, 3:48 PM IST

ETV BHARAT દ્વારા સાયબર એક્સપર્ટ સાથે વાતચીત

વડોદરા: આજના આધુનિક સમયમાં જેમ જેમ ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે તેમ તેમ તેનો દૂર ઉપયોગ પણ વધુ થઈ રહ્યો છે. સાયબર ક્રાઇમની ઘટનાઓ દિનપ્રતિદિન સામે આવી રહી છે. પરંતુ હવે નવો સ્કેમ આ સાયબર ઠગો દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. સાયબર માફિયાઓ "નાર્કોટિક્સ સાઈબર સ્કેમ" પ્રકારની મૉડેસ ઑપરેન્ડી અપનાવી ખાસ કરીને મહિલાઓને છેતરી રહ્યા છે. આ અંગે ETV BHARAT દ્વારા સાયબર એક્સપર્ટ સાથે વાતચીત કરી તે અંગે માહિતી મેળવી હતી.

નાર્કોટિક્સ સાયબર સ્કેમ શું છે
નાર્કોટિક્સ સાયબર સ્કેમ શું છે

સાયબર એક્સપર્ટ શું કહે છે?: આ સ્કેમ હાલમાં નવો જ છે અને તે ખાસ કરીને મહિલાઓ સાથે વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. ભારતના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલને 1 જાન્યુઆરી 2020 અને 15 મે 2023 વચ્ચે આશ્ચર્યજનક 22,57,808 ફરિયાદો મળી છે. જેમાં માત્ર 43,022 ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (FIRs) નોંધવામાં આવી છે જે માત્ર 1.9% છે. પોર્ટલના સંચાલન માટે જવાબદાર એવા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) તરફથી માહિતી અધિકાર (RTI) એક્ટના પ્રશ્નના જવાબમાં આ વિગતો સામે આવી છે. જે આવનાર સમયમાં ખૂબ મોટું નુકસાન પૂર્વે લોકોમાં જાગૃતિ જરૂરી છે. આ અંગે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવળકરે આ સ્કેમ કઈ રીતે થાય છે તે અંગે માહિતી આપી હતી.

નાર્કોટિક્સ સાયબર સ્કેમ શું છે: આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા સાઈબર અપરાધી ભોગ બનનારને જાણીતા કુરિયર સર્વિસના રીપ્રેઝન્ટેટિવ તરીકે ઓળખ આપીને કોલ કરે છે તેમજ કોલ રિસીવ કરનારના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરેલ કોલર આઈ.ડી એપ પણ આવેલ કોલને જાણીતા કુરિયર સર્વિસ તરીકે જ ડિસ્પ્લે કરાવે છે. કોલ કરનાર સાઈબર અપરાધી કોલ રિસીવ કરનારને જણાવે છે કે તમે તમારા વિદેશમાં રહેતા સ્નેહીજનને જે કુરિયર મોકલી રહયા છો, તેમાં એરપોર્ટ પર સ્કેનિંગ પ્રક્રિયા દરમ્યાન જોખમી પ્રકારનું ડ્રગ્સ પકડાયું છે,પરિણામે તમારે મુંબઈ એરપોર્ટ પર તાત્કાલીક આવવું પડશે,નહીંતો પોલીસ તમને તમારા લોકેશન પર પકડવા માટે આવશે. કોલ કરનાર સાઈબર અપરાધી જેને કોલ કરી રહયો છે, તેને વિશ્વાસમાં લેવા માટે કોલ રિસીવ કરનારનું આખું સરનામું પીનકોડ સાથે કોલ દરમ્યાન જણાવે છે.

ગભરાઈને સરેન્ડર કરે છે: બાદમાં જયારે કોલ રિસીવ કરનાર સાઈબર અપરાધીને જયારે એ બાબત જણાવે છે કે, તેના દ્વારા કોઈપણ પ્રકારનું કુરિયર મોકલવામાં કે બુક કરવામાં આવ્યું નથી, તેમજ તેના કોઈપણ સ્નેહીજન વિદેશમાં રહેતા નથી, ત્યારે સાઈબર અપરાધી ભય ઉભો કરવા માટે કુરિયરના એવા પ્રકારના ફોટા મોકલે છે, જેમાં ડ્રગ્સ ડિસ્પ્લે થતું હોય, તેનું સરનામું પણ દેખાતું હોય, પરિણામે જેને કોલ કરવામાં આવી રહયો છે, તે સાઈબર અપરાધીની વાતમાં ગભરાઈને સરન્ડર થઈ જાય.

ફરિયાદ માટે આમંત્રણ આપવામાં આવે છે: ત્યારબાદ પણ જયારે કોલ રિસીવ કરનાર જયારે સાઈબર અપરાધીની વાતમાં નથી ફસાતો ત્યારે સાઈબર અપરાધી કે જેને કુરિયર સર્વિસના રીપ્રેઝન્ટેટિવ તરીકે ઓળખ આપી છે. તે મુંબઈના પોલીસ સ્ટેશનમાં કોલ ડાઇવર્ટ કરે છે, ત્યારબાદ એક બીજા સાઈબર અપરાધીની એન્ટ્રી થાય છે અને તે પોતાની ઓળખ એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપે છે, સાથે તે કોલ રિસીવ કરનારને કહે છે, કે જો તમે કુરિયર બુક નથી કરાવ્યું તો સારી બાબત છે, પણ તમારે આજે ને આજે જ મુંબઈ આવવું પડશે અને લેખિતમાં ફરીયાદ નોંધાવી પડશે, જેમ કે એ કુરિયર સાથે તમારે કોઈ લેવા દેવા નથી.

વીડિયો કોલના માધ્યમથી ફરિયાદ: જ્યારે કોલ રીસીવ કરનાર મુંબઈ જવા માટે સમય માંગે છે, ત્યારે સાઈબર અપરાધી દ્વારા એને જણાવવામાં આવે છે કે, તમે વીડિયો કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. એના માટે તમારે સૌથી પહેલા તમારા આધાર કાર્ડ અને પેનકાર્ડનો ફોટો મોકલવો પડશે, વધુમાં તમારે આધાર કાર્ડ વાળી સેલ્ફી પણ મોકલવી પડશે એવું કહેવામાં આવે છે.

ભયની સ્થિતિનું નિર્માણ: કોલ રીસીવ કરનાર સાઈબર અપરાધી દ્વારા માંગવામાં આવેલ વિગતો વૉટ્સએપ પર મોકલી આપે છે, ત્યારબાદ સાઈબર અપરાધી તેને સ્કાઇપ વિડીયો કોલિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહે છે, અને સાઇન અપ કરવાનું કહે છે. વીડિયો કોલ થકી ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ થાય છે, વિડીયો કોલ દરમિયાન જ વચ્ચે નાર્કોટિક્સ કંન્ટ્રોલ અને "આર બી આઈ"ના નામનો ઉપયોગ કરીને નકલી સ્વાંગ ધરાવતા બીજા બે સાઈબર અપરાધીઓ ઈન્ટ્રોગેશન ના નામથી વિડીયો કોન્ફરન્સિંગથી જોડાય છે અને કોલ રીસીવ કરનાર માટે વધુ ભય વાળી પરિસ્થિતિ ઊભી થાય તેવા પ્રયત્નો તેમના ધ્વારા કરવામાં આવે છે.

નકલી અધિકારીઓની એન્ટ્રી: નાર્કોટિક્સના નામથી સ્વાંગ ધારણ કરેલ જે સાઈબર અપરાધી હોય છે, તે જેને વિડીયો કોલ કરેલો હોય છે, તે વ્યક્તિને જણાવે છે કે, જો કે તમે નિર્દોષ છો પણ અમારે તમારા છેલ્લા છ મહિનાના બેંક બેલેન્સને અને બેન્કિંગ વ્યવહારોને તપાસવા પડશે ,પરિણામે અમે તમને નિર્દોષ સાબિત કરી શકીએ, નહીં તો તમારી સામે કેસ તો પાકો જ છે, હવે તમે જે આર.બી.આઈના અધિકારી છે, તે જે સૂચના આપે છે, તે જ પ્રમાણે તમે તમારી બેન્કની તમામ માહિતી તે પણ સંપૂર્ણ સાચી છે, તેમને પૂરી પાડો તો જ આ કેસમાંથી તમે જલ્દી મુક્ત થઈ શકશો તેવું કહેવામાં આવે છે.

ધરપકડની ધમકી: બાદમાં જે નકલી આર.બી.આઈ અધિકારી હોય છે, તે વીડિયો કોલિંગના માધ્યમથી ભોગ બનનારનું નવું બેન્ક એકાઉન્ટ ખોલાવે છે અને ત્યારબાદ ભોગ બનનારના જેટલા પણ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા હોય છે, એફ.ડી હોય છે, તે બધી જ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે છે. ત્યારબાદ નકલી આર.બી.આઈ અધિકારી ધ્વારા ભોગ બનનારને એવું કહેવામાં આવે છે કે અમે આની પૂરેપૂરી તપાસ કરીશું અને ત્યારબાદ તમારા સુધી પહોંચીશું ત્યાં સુધી તમારી રાહ જોવી પડશે. જો તમે કોઈને જણાવશો કે કોઈની મદદ લેવાનો પ્રયત્ન કરશો તો ત્વરિત તમારી ધરપકડ કરવામાં આવશે.

એકાઉન્ટ સાફ કરી સંપર્ક કાપી નાખે: આ જેટલી પણ સાઈબર અપરાધીઓની ટોળકી હોય છે, જે અલગ અલગ સ્વાંગ ધારણ કરીને ભોગ બનનારની સાથે વાત કરેલ હોય છે, તેને ભયભીત કરેલ હોય છે. તે તમામના મોબાઈલ નંબર અચાનક બંધ થઈ જાય છે. સ્કાઇપ એકાઉન્ટ પણ બંધ થઈ જય છે અને ભોગ બનનારનું બેંક બેલેન્સ પણ ઝીરો થઈ જાય છે. સાથે જે બેંકમાં નકલી આર.બી.આઈ અધીકારીએ રૂપિયા ટ્રાન્સફર કરેલા હોય છે તે બેંક એકાઉન્ટ પણ ઝીરો થઈ જાય છે અને ત્યારબાદ તેમનો કોઈ પણ સંપર્ક થઈ શકતો નથી.

ત્રણ કેસ સ્ટડી સામે આવ્યા: વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ,જો નાર્કોટિક્સ સાઈબર સ્કેમ" પ્રકારની મૉડેસ ઑપરેન્ડી આધારીત અત્યાર સુધી ત્રણ કેસ સ્ટડી મારી સામે આવી છે. જેમાં સૌથી પહેલા દિલ્હીની એક ડોક્ટર મહિલાને સાઇબર અપરાધી ધ્વારા આ પ્રકારની મૉડેસ ઑપરેન્ડીમાં ફસાવીને તેને પાસેથી સાડા ચાર કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. એ જ રીતે બીજી કેસ સ્ટડીમાં અમદાવાદની ઇન્ટિરિયર ડિઝાઇનર મહિલા સાથે પણ આ જ પ્રકારની મૉડેસ ઑપરેન્ડીનો ઉપયોગ કરીને તેની પાસેથી ચાર લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ સાથે ત્રીજા પ્રકારની કેસ સ્ટડીમાં વડોદરાની એક શિક્ષિકા સાથે પણ આ જ પ્રકારની ઘટના ઘટી હતી, જ્યારે શિક્ષિકા પર આ પ્રકારનો ફોન આવ્યો ત્યારે તે શાળામાં ફરજ પર હતી,અને ત્યારબાદ શિક્ષિકાને પણ અપરાધી દ્વારા કહેવામાં આવ્યું કે તમે તમારો આધારકાર્ડ સાથે સેલ્ફી મોકલો, આધારકાર્ડ ઘેર હોવાથી શિક્ષિકા આચાર્ય પાસે રજા લેવા ગઈ, ત્યારે આચાર્યએ મારો સંપર્ક સાધ્યો હતો અને શિક્ષિકાને આ પ્રકારના સ્કૅમથી બચાવી શકાઈ.

  1. Financial security : ડિજિટલ પેમેન્ટ કરતી વખતે છેતરપિંડીથી બચવા શું ધ્યાનમાં રાખવું?
  2. Ahmedabad Crime: સ્ટેટ સાયબર સેલે આત્મહત્યા કરવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર અનેક લોકોનો આ રીતે બચાવ્યો જીવ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.