- રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી શરૂ થઇ ગઇ
- હોસ્પિટલોમાં જ ઇન્જેક્શન મેળવી શકશે તેવી સુવિધા કરી
- રાવપુરામાં આયુર્વેદિક ડોક્ટરને રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપી પાડ્યો
વડોદરા : શહેરમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે રેમડીસીવીર ઇન્જેક્શન જે કોરોનાથી રાહત આપે છે. તેની પણ કાળા બજારી શરૂ થઈ ગઈ છે. મેડિકલ સ્ટોર દ્વારા કાળા બજારી કરવામાં આવતા સરકારે માત્ર હોસ્પિટલોમાં જ ઇન્જેક્શન મેળવી શકશે તેવી સુવિધા કરી હતી.
આ પણ વાંચો : સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી કતારો લાગી
આયુર્વેદિક ડોક્ટરની પાસે બોગસ ગ્રાહક મોકલી ડોક્ટર ઝડપી પાડ્યો
રેમડીસીવીર ઇન્જેકશનની કાળાબજારી કરતા બે જણની અટકાયત કરવામાં આવી છે. જેમાં PCB (પ્રવેન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ) રાવપુરા વિસ્તારમાંથી એક આયુર્વેદિક ડોક્ટરની પાસે બોગસ ગ્રાહક મોકલી ડોક્ટર ઝડપી પાડ્યો હતો. ડોક્ટર 7,500માં એ ઇન્જેક્શન વેચતો હતો અને દર્દીઓ પાસેથી પૈસા વસુલ કરતો હતો.
આ પણ વાંચો : સુરતમાં ટોસિલિઝુમેબ અને રેમડેસિવર ઇન્જેક્શનના કાળા બજારનો ફરી પર્દાફાશ થયો
પાણીગેટ વિસ્તારમાંથી એક પેરામેડિકલ સ્ટાફની પણ અટકાયત કરવામાં આવી
PCB પાણીગેટ વિસ્તારમાંથી એક પેરામેડિકલ સ્ટાફની પણ અટકાયત કરવામાં આવી છે. જે રેમડીસીવીર ઇન્જેક્શન 9,000માં વેચતો હતો. રાવપુરા પોલીસ સ્ટેશન અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. બન્ને આરોપીઓને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે.