વડોદરા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે અનેક લોકો પોતાના સમાજને ટિકીટ મળે તેવી માગ કરી રહ્યા છે. આવી જ એક માગ (Patidar Community Demand for Ticket) કરી છે વડોદરામાં પાટીદાર સમાજે. અહીં માણેજામાં એક પાર્ટી પ્લોટમાં દક્ષિણ લેઉઆ પટેલ સમાજનું સંમેલન યોજાયું હતું. તેમાં પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ અપાય તેવી માગ ઊઠી હતી. તો ધારાસભ્ય યોગેશ પટેલે (Yogesh Patel BJP Leader) પણ પાટીદારને ટિકીટ મળે તે વાતનું સમર્થન કર્યું હતું.
2 બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી ભાજપે માંજલપુર અને સયાજીગંજના ઉમેદવારોની જાહેરાત કરી નથી. બીજી તરફ માંજલપુરમાં પાટીદાર સમાજ અને વૈષ્ણવ સમાજે સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સાથે જ માણેજામાં દક્ષિણ લેઉઆ પટેલ સમાજના સંમેલનમાં માંજલપુરના ઉમેદવાર મુદ્દે ચર્ચા થઈ હતી. અહીં પાટીદાર સમાજના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ માંજલપૂરમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેથી ટિકિટ આપવી જોઈએ.
યોગેશ પટેલે આપ્યું સમર્થન ધારાસભ્ય યોગેશ પટેલે (Yogesh Patel BJP Leader) પાટીદારને ટિકીટ (Patidar Community Demand for Ticket) મળે તેનું સમર્થન કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હું 7 ટર્મથી પાટીદાર તરીકે ઉમેદવાર બન્યો છું. અગાઉ શહેર અને જિલ્લામાં 5 પાટીદાર ધારાસભ્ય હતા. અત્યારે હું એકલો છું. બીજી તરફ હરણી ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા છાકલીલા બડો મનોરથ યોજાયો હતો, જેમાં ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મેયર કેયૂર રોકડિયા (Keyur Rokadiya Mayor Vadodara) સહિત વૈષ્ણવ સમાજના લોકો (Patidar Community Demand for Ticket) ઉપસ્થિત રહ્યા હતા.