વડોદરા : કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ હવે ધોરણ 1માં 6 વર્ષના વિદ્યાર્થીને (education admission 2023) જ પ્રવેશ મળશે તેવો પરિપત્ર કરાયો હતો, ત્યારે હવે જે વિદ્યાર્થીઓ સિનિયર કે.જી.માં છે અને ઓછી વયના કારણે ધોરણ 1માં પ્રવેશ નહીં મેળવી શકે તેમની પાસે રિપિટ કરવા, ડ્રોપ લેવા કે પછી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઇ કેસ દાખલ કરી શાળા પાસેથી ફી પરત લેવા સેવા કોઇ વિકલ્પ નથી. જેને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. નવી શિક્ષણ નીતિમાં ધોરણ 1માં પ્રવેશ માટે કેન્દ્ર સરકાર દ્વારા 6 વર્ષના વિદ્યાર્થીને જ પ્રવેશ મળશે તેવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ ઘણા વાલીઓ હવે મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે તેમના સંતાન સિનિયર કેજી પૂર્ણ કરી ચુક્યા છે અને 6 વર્ષની ઉંમર નથી થઇ રહી. (New Education Policy in Class 1)
શાળાઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશનના પ્રમુખ કિશોર પિલ્લઇએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા 6 વર્ષની ઉંમરના નિયમનું કડક રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ અંગે વર્ષ 2020માં જ પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. વડોદરાની બે-ત્રણ શાળાઓ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરી ઓછી વયના વિદ્યાર્થીઓને જુનિયર અને સિનિયર કે.જી.માં એડમિશન આપી દેવાયું છે. તેથી હવે ધોરણ-1માં પ્રવેશ માટે તેઓના 6 વર્ષ થતાં નથી. તેથી હવે વાલીઓ મૂંઝાયા છે. હવે આવા વાલીઓ પાસે એક જ રસ્તો છે બચ્યો છે કે તેઓ પોતાના બાળકને સિનિયર કે.જી. રિપિટ કરાવે, ડ્રોપ લે અથવા તો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ દાખલ કરી માનસિક અને આર્થિક રીતે પરેશાની બદલ વળતરની માંગણી કરે. (Parents protest in Vadodara)
આ પણ વાંચો સરકારના શૈક્ષણિક પરિપત્રને લઈને બાળકોના ભવિષ્ય માટે વાલીઓ મુંઝવણમાં, કચેરીએ નાખ્યા ધામા
વાલી અને શાળાએ સહિયારો નિર્ણય કરવો પડશે આ મામલે વડોદરાના DEO આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલા કાયદાનું અમલીકરણ 2023થી લાગુ કરવામાં આવશે. બાળકોને રિપિટ કરવા અંગે વાલી (class 1 admission Age) અને શાળાએ સહિયારો નિર્ણય કરવો જ પડશે. આ મામલે સરકારે તજજ્ઞો અને બાળકની ક્ષમતા તપાસીને પરિપત્ર બહાર પડ્યો છે. જેનો આજ નહીં તો કાલે અમલ કરવો જ પડશે. (Age for admission of child in class 1)