વડોદરાઃ સમગ્ર રાજ્ય અને વડોદરા શહેરમાં દંતેશ્વર 100 કરોડ સરકારી જમીન પર બનેલું વ્હાઈટ હાઉસ ટોક ઑફ ધ ટાઉન બન્યું છે. ત્યારે આ વ્હાઈટ હાઉસ અને કાનન વિલા નામની સાઈટ બનાવનારી બિલ્ડર ત્રિપુટી સામે લાખોની છેતરપિંડીની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ પણ વાંચોઃ Fake PMO Officer: ઠગ કિરણ પટેલે બોલવાની છટાથી અરવલ્લીના ખેડૂતોને ફસાવ્યા, 1.25 કરોડની છેતરપિંડી
છેતરપિંડીના ભોગ બનેલા રોકાણકારો નોંધાવી રહ્યા છે ફરિયાદઃ આ ફરિયાદમાં આ ત્રિપુટીએ જવેલર્સ પાસેથી 30.56 લાખ અને કૉર્પોરેશનના જમીન ક્લર્ક પાસેથી 37 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, સરકારી જમીન પચાવી પાડવા મામલે પિતા-પૂત્રની ટોળકી હાલ લેન્ડગ્રેબિંગના ગુનામાં જેલહવાલે છે. બીજી તરફ સ્કિમના રોકાણકારો છેતરપિંડીનો ભોગ બનેલા બિલ્ડર સંજયસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે.
મકાન માટે 30.56 લાખ ચૂકવ્યા: પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, શહેરની સયાજી શાળા પાસે આવેલા શિવધામ ફ્લેટ ખાતે રહેતા વિજય સોની પટોડીયા કોડમાં જવેલર્સની દુકાન ધરાવે છે. તેમણે વર્ષ 2021 દરમિયાન નવું મકાન ખરીદવા વાઘોડિયા ડી માર્ટ પાછળ આવેલી કાનન વિલા 1 ડુપ્લેક્સ સ્કીમમાં બિલ્ડર સંજયસિંહ પરમાર તથા તેના દિકરા કુમાર સંજયસિંહ પરમાર (બંને રહે. લક્ષ્મી નિવાસ ડી-માર્ટ પાસે વાઘોડિયા રોડ)નો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ તેઓ 72 લાખના A/12વાળું ડુપ્લેક્સ માટે બુકિંગ પેટે ટુકડે ટુકડે 20.56 લાખ પિતા-પુત્રને ચૂક્યા હતા.
પિતાપૂત્ર રકમ ચાંઉ કરી ગ્યાઃ ત્યારબાદ A12 વાળા ડુપ્લેક્સના સ્થાને B/12 ડુપ્લેક્સનું બનાખત કરી આપવાનું હતું. તેમાં લખી આપનાર તરીકે શાંતાબેન ઉર્ફે ગજરાબેન બચુભાઈ રાઠોડ (રહે. લક્ષ્મી નિવાસ ડી માર્ટ પાસે વાઘોડિયા રોડ) હતા, જે પેટે ટુકડે ટુકડે પિતાપુત્રને વધુ 10 લાખ ચૂકવ્યા હતા. આમ, ડુપ્લેક્સ બુકિંગ પેટે 30.56 લાખની રકમ ચૂકવી હતી. જોકે, 2 વર્ષના સમય બાદ પણ ડુપ્લેક્સનું બાંધકામ શરૂ ન થતા રકમ પરત માગતા સંજયસિંહ પરમારે તમામ રકમ પરત આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રકમ પર આપી નહતી.
દસ્તાવેજ બાદ સરકારી જમીન નીકળીઃ બીજા બનાવમાં શહેરના વાડી વિસ્તારમાં રહેતા ધર્મિષ્ઠાબેન હિરેનભાઈ મિસ્ત્રીના પતિ વડોદરાના કૉર્પોરેશનના વોર્ડ નંબર 17માં જમીન ભાડા ક્લર્ક તરીકે નોકરી કરે છે. તેઓ પણ કાનન વિલા 1ની ડુપ્લેક્સને સ્કીમ જોવા ગયા હતા. જ્યારે ત્યાં સંજયસિંહ પરમાર તેના દીકરા કુમાર પરમાર અને હર્ષ પરમાર હાજર હતા. તેમણે B/15નો ડુપ્લેક્સ 60 લાખમાં ખરીદવાનું નક્કી કર્યું હતું, જેમાં બુકિંગ પેટે ટુકડે ટુકડે 37 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
પિતાપૂત્રએ ઉઠાવ્યો ફાયદોઃ બિલ્ડર પિતાપુત્રએ કહ્યું હતું કે, જમીનના માલિક શાંતાબેન બચુભાઈ રાઠોડ ઉંમરલાયક છે અને હાલમાં હયાત છે, જેથી તેમને કંઈ થાય તે પહેલા પ્લોટનો દસ્તાવેજ કરી લઈએ અને ધર્મિષ્ઠાબેનને માંજલપુર સબ રજિસ્ટરની કચેરી ખાતે લઈ જઈ શાંતાબેન રાઠોડ દસ્તાવેજ ધર્મિષ્ઠાબેનના નામે કરી આપ્યો હતો. તેમાં સાક્ષી તરીકે સંજયસિંહ પરમાર અને સંજય કુમાર શાહ નામના વ્યક્તિએ સહી કરી હતી. ત્યારબાદ આ મકાન હોળી પહેલા આપવાની ખાતરી આપી હતી. આ દરમિયાન ઉપરોક્ત ત્રિપુટી વિરુદ્ધ કાનનવિલા સરકારી જગ્યામાં ઊભી કરી હોય લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા તેઓએ આ બાબતે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : એસ્ટ્રલ કંપની સાથે ઠગાઈ આચરનાર પિતા પુત્રની જુગલજોડી ઝડપાય
પાણીગેટ પોલોસ મથકમાં ફરિયાદો: ઉલ્લેખનીય છે કે, હાલમાં ચર્ચામાં રહેલા વ્હાઈટ હાઉસ અને કાનન વિલાની સ્કિમ ઉભી કરી સરકારી જમીન પચાવી પડવાના મામલે મુખ્ય આરોપી સંજયસિંહ પરમાર જેલહવાલે છે. આ જમીન પર કરેલા સરકારી દબાણ હાલમાં તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ તે મકાનોની સ્કિમમાં આપેલા પૈસા કે મકાન પરત ન મળતા હવે ગ્રાહકો ફરિયાદ કરવા મજબૂર બન્યા છે. આ અંગે પાણીગેટ પોલીસ મથકમાં અલગ અલગ બે ફરિયાદો દાખલ થઈ છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે તેવું પીઆઈએ જણાવ્યું હતું.