ETV Bharat / state

વડોદરામાં વાયરલ ફિવરનો કહેર : તાવ-ચિકનગુનિયા સહિતની બીમારીના નવા 873 કેસ નોંધાયા - હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

વડોદરામાં છેલ્લાં 24 કલાક દરમિયાન શહેરમાં તાવના દર્દીઓમાં એકંદરે નોંધપાત્ર વધારો થયો છે. તાવ, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયાના કુલ 873 નવા દર્દીઓ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. શહેરમાં દિવસ દરમિયાન ડેન્ગ્યૂના ૩૪, ચિકનગુનિયાના 5, મેલેરિયાના 2, ફિવરનો 1, ઝાડાના ૫૦ નવા પોઝિટિવ કેસ આવ્યાં છે.

વડોદરામાં વાયરલ ફિવરનો કહેર : તાવ-ચિકનગુનિયા સહિતની બીમારીના નવા 873 કેસ નોંધાયા

author img

By

Published : Oct 2, 2021, 12:53 PM IST

  • તાવ, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયાના કુલ 873 નવા દર્દીઓ મળી આવ્યા
  • છેલ્લાં 24 કલાક દરમિયાન શહેરમાં તાવના દર્દીઓમાં એકંદરે નોંધપાત્ર વધારો થયો
  • મેલેરિયાના કુલ 873 નવા દર્દીઓ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ

વડોદરા : વડોદરામાં છેલ્લાં 24 કલાક દરમિયાન શહેરમાં તાવના દર્દીઓમાં એકંદરે નોંધપાત્ર વધારો થયો છે. તાવ, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયાના કુલ 873 નવા દર્દીઓ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. લોકોને પોતાના બાળકોની ચિંતા વધી ગઇ છે. શહેરમાં દિવસ દરમિયાન ડેન્ગ્યૂના ૩૪, ચિકનગુનિયાના 5, મેલેરિયાના 2, ફિવરનો 1, ઝાડાના ૫૦ નવા પોઝિટિવ કેસ આવ્યાંછે. કોર્પોરેશનની ૧૮૪ ટીમ દ્વારા ૩૪૨ વિસ્તારોની મુલાકાત લઇ ૩૫,૪૪૫ મકાનોમાં તપાસ કરી ૧૪,૧૦૩ મકાનોમાં ફોગિંગકરવામાં આવ્યું છે.

બાળકોમાં પણ તાવ, ઝાડા ઊલટીના અને ડેન્ગ્યુ જેવા રોગો કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે

વડોદરા શહેરમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. ત્યારે, હવે બાળકો પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે. બાળકોમાં પણ તાવ, ઝાડા ઊલટીના અને ડેન્ગ્યુ જેવા રોગો કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે . શહેરની સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં ડેન્ગ્યુના રોજ 4 થી 5 બાળકો સારવાર માટે દાખલ થઇ રહ્યા છે. બાળકોમાં વધી રહેલા રોગચાળાને કારણે બાળ રોગ વિભાગની OPD માં તાવ, ઝાડા ઊલટી અને કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

વડોદરામાં વાયરલ ફિવરનો કહેર : તાવ-ચિકનગુનિયા સહિતની બીમારીના નવા 873 કેસ નોંધાયા

ચેપી રોગની હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી

બાળ રોગ વિભાગના હેડ ડો. શીલા ઐયરે જણવ્યું હતું કે, બાળકોમાં પણ રોગચાળાના કેસો વધી રહ્યા છે. ત્યારે, માતા પિતાએ બાળકોની વિશેષ કાળજી લેવાની જરૂર છે. વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથુ ઉચકતા શહેર ની ચેપી રોગની હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાક માં 873 જેટલા લોકોને તાવ આવ્યો હોવાની ફરિયાદ મળી છે. તો બીજી તરફ ઝાડા ઉલટીના 50 દર્દીઓ નોંધાતા પાલિકા તંત્ર બેબાકળુ બન્યુ છે. શહેરમાં 34 દર્દીઓનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ચિકનગુનિયાના 5 વધુ કેસ અને ટાઇફોઇડના 5 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ગુજરાત માટે નવા વિકાસનો નવો રાજમાર્ગ

આ પણ વાંચો : GST સતત ત્રીજા મહિને રૂ.1 લાખ કરોડને પાર, સપ્ટેમ્બરમાં થયું આટલા કરોડ રૂપિયાનું કલેક્શન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.