ETV Bharat / state

સરાહનીય નિર્ણયઃ વડોદરામાં નવરાત્રીના આયોજકોએ ખૈલેયાઓ પરથી GSTનો ભાર હળવો કર્યો - Navratri in Vadodara

વડોદરાના ગરબા દુનિયાભરમાં (Navratri in Vadodara )જાણીતા છે. નવરાત્રીના પાસ પર 18 ટકા GST લગાડવાથી ગરબાના પાસના( Navratri 2022)ભાવમાં ધરખમ વધારો થયો છે. વડોદરા નવરાત્રી ફેસ્ટીવલમાં રમવા જનાર ખેલૈયાઓ માટે સારા સમાચાર છે. કારણ કે વડોદરા નવરાત્રી ફેસ્ટીવલનાં આયોજકો GST નહીં વસુલે.

સરાહનીય નિર્ણયઃ વડોદરામાં નવરાત્રીના આયોજકોએ ખૈલેયાઓ પરથી GSTનો ભાર હળવો કર્યો

author img

By

Published : Aug 3, 2022, 8:37 PM IST

વડોદરાઃ કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રિ થઇ રહી છે. પરંતુ GSTએ ખેલૈયાઓની મજા બગાડી છે. કારણ કે 18 ટકા GST લગાડવાથી ગરબાના પાસના ભાવમાં ધરખમ( GST on Navratri passes)વધારો થયો છે. ખાસ કરીને વડોદરાની વાત (Navratri in Vadodara )કરીએ તો. વડોદરાના ગરબા દુનિયાભરમાં જાણીતા છે. આ વખતે GST લગાડતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી છે. પરંતુ વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજકો આમાંથી બાકાત છે. વડોદરા નવરાત્રી ફેસ્ટીવલમાં રમવા જનાર ખેલૈયાઓ માટે સારા સમાચાર છે. કારણ કે વડોદરા નવરાત્રી ફેસ્ટીવલનાં ( Navratri 2022)આયોજકો GST નહીં વસુલે.

આ પણ વાંચોઃ વર્ષ 2017માં GST લાગુ થયું છે, શેરી ગરબા પર નહીં પણ મોટા આયોજન પર GST લાગશે

નવરાત્રી ફેસ્ટીવલનાં આયોજકો GST નહીં વસુલે - વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ સંચાલક મયંક પટેલની ટીમ સાથે ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે અમે નક્કી કરેલી ફીમાં જ જો જીએસટી ભરવાનો આવશે તો અમારી સંસ્થા જ ભરશે. પરંતુ ખેલૈયા પાસેથી કોઇ પણ પ્રકારની જીએસટીની રકમ લેવામાં આવશે નહીં. મહિલાઓના જે પાસનો ભાવ 200 થી 300 રૂપિયા છે તેમાં માત્ર કુરિયર ચાર્જ લગાવવામાં આવશે. પરંતુ જીએસટી બાબતે અમારી સંસ્થા કોઈ પણ ચાર્જ વસૂલશે નહીં. જો સરકાર દ્વારા જે નિયમ કરવામાં આવ્યો છે તે અનુસાર જીએસટી ભરવાનો થશે તો નોર્મલી ચાર્જમાંથી અમે જાતે GST ભરી દઈશું તેવી વાત કરી હતી. અમારી સંસ્થા જ GST વસૂલ કરશે પરંતુ ખેલૈયા પાસેથી વધારાની રકમ વસુલવામાં આવશે નહીં તેમ મયંક પટેલે જણાવ્યું હતુ. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું રજીસ્ટ્રેશન 15 ઓગસ્ટ પછી શરૂ થશે.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga : વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનનો અનોખો દેશભક્તિ પ્રેમ

નવરાત્રીના પાવન પર્વની ઉજવણી - અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ બાદ નવરાત્રીના પાવન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. ત્યારે સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતા ખેલૈયાઓ પર ભારણમાં વધારો થયો છે. ગુજરાતની સંસ્કૃતિ પર ટેક્સ નાખતા ખેલૈયામાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. સાથે આયોજકો પોતાના આયોજનને લઈ અચરજમાં મુકાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.