ETV Bharat / state

રાજ્યના DGPનો આદેશ, ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં

રાજ્યના DGP દ્વારા નિર્ણય લેવામાં આવ્યો લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

રાજ્યના DGP નો આદેશ, ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં

author img

By

Published : May 2, 2020, 8:58 PM IST

વડોદરાઃ રાજ્યના DGPના આદેશ અનુસાર લોકડાઉનમાં વિવિધ પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ હવે, મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. માત્ર એક અધિકારી જ ફોનનો ઉપયોગ કરી શકશે. મોબાઈલથી પણ વાઇરસ ફેલાતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોવિડ-19 કોરોનાં વાઇરસની ચેઇનને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલ,લોકડાઉનના ત્રીજા તબક્કાની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જાહેરનામા અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઠેરઠેર પોલીસ, રેફ, BSF સહિતનો કાફલો તૈનાત કરી દેવાયો છે.

જોકે, હાલ, વિવિધ પોઇન્ટ પર ફરજ અદા કરતાં પોલીસ કર્મચારીઓ વધુ પડતાં મોબાઈલમાં વ્યસ્ત હોવાનું જણાઈ આવતાં આ ઉપરાંત મોબાઈલથી પણ કોરોનાં વાઇરસ ફેલાવવાનું ફલિત થતાં રાજ્યના DGP શિવાનંદ ઝાએ માત્ર એક અધિકારી સિવાય કોઈપણ પોલીસ કર્મચારી ફરજના પોઇન્ટ પર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં તેવો આદેશ આપ્યો છે.

ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી પોતાના વાહનમાં મૂકી દેશે અને ફરજ નો સમય પૂર્ણ થાય ત્યારબાદ પોતાનો મોબાઈલ લઈ શકશે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓ વ્યવસ્થિત રીતે લોકડાઉનનું પાલન કરાવી શકશે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વધુ માહિતી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.