- વડોદરાનું લક્ષ્ય ટ્રસ્ટ ટ્રાન્સજેન્ડરોને આગળ વધવા માટેનું પ્રથમ પ્લેટફોર્મ
- ટ્રાન્સજેન્ડર પગભર બને તે દિશામાં કરાઇ રહ્યા છે કાર્ય
- હવે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી આત્મનિર્ભર બનવા કરી રહી છે પ્રયાણ
વડોદરા: શહેરમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી આત્મનિર્ભર બને તેમજ સમાજ તેમને સ્વીકારે તે માટે લક્ષ્ય ટ્રસ્ટના અથાગ પ્રયાસોથી રાજ્યનું પ્રથમ ગરિમાગૃહ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાની મદદથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જે શેલ્ટર હોમ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન ટ્રાન્સજેન્ડરોનું આશ્રયસ્થાન છે. અહીંથી થર્ડજેન્ડરો વિવિધ તાલીમ મેળવી પોતાનો બિઝનેશ તેમજ નોકરી કરી આત્મનિર્ભર બનવા પ્રયાણ કરી રહ્યા છે. મહત્વની બાબત છે કે, વડોદરાના મહારાણી રાધિકારા જે ગાયકવાડ પણ ટ્રાન્સજેન્ડર પગભર બને તે દિશામાં કાર્ય કરી રહ્યા છે.
સમાજનો ત્રીજો વર્ગ એટલે કે ટ્રાન્સજેન્ડર
સમાજનો ત્રીજો વર્ગ એટલે કે ટ્રાન્સજેન્ડર જે સમાજથી વિખૂટો પડેલો વર્ગ છે. સમાજ તેમને સ્વીકારતું નથી પરંતુ હાલના સમયમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહી છે. ત્યારે વાત કરીએ વડોદરાના ગરિમાં ગૃહની જ્યા રહી ટ્રાન્સજેન્ડર કમિટી જુદા-જુદા ક્ષેત્રોમાં વિવિધ તાલીમ મેળવી રહ્યા છે. જેવી કે નર્સિંગ, હેર બ્યુટી, મેકઅપ મહેંદી સહિતની વિવિધ તાલીમ મેળવી રહ્યા છે. જ્યારે કેટલાક તો તાલીમ પૂર્ણ કર્યા બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. તો કેટલાક તો નોકરી કરી રહ્યા છે. સાથેસાથે વિવિધ એનજીઓ પણ ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને સમાજમાં એક કરવા સતત કાર્ય કરી રહી છે. જેથી રાજ્ય બહારથી વડોદરામાં પગભર બનવા આવેલા તેમજ શહેરના ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીમાં ખુશીની લહેર ફેલાઈ છે.
આ પણ વાંચો: ઓપ્રાહ વિન્ફ્રેએ આપેલા ઈન્ટરવ્યુમાં ઇલિયટ પેજે કહ્યું- ટ્રાન્ઝેક્શન સર્જરી 'જીવનરક્ષક' છે
સોની સિંગ એ "ETV BHARAT" સાથે કરેલી ખાસ વાતચીત
મૂળ બિહાર અને હાલ વડોદરાના મુજમહુડા સ્થિત ગરિમાં ગૃહમાં રહેતા સોની સિંગ એ "ETV BHARAT" સાથે કરેલી ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હમણાં હું વડોદરામાં લય ટ્રસ્ટ થકી ગરિમાં ગૃહ જે ભારતમાં પ્રથમ શરૂ થયું છે. તેમાં રહું છું મારું સ્વપ્ન છે કે હું MBBS ડોક્ટર બનું. જેથી કરીને લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા દીપક ફાઉન્ડેશન સાથે ટાઈઅપ કરી હું નર્સિગ કોર્સ કરી રહી છું. દીપક ફાઉન્ડેશન દ્વારા પણ મને પૂરો સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે. મને ખૂબ જ સહયોગ આપી રહ્યા છે. જેનાથી હું ખૂબ જ સંતુષ્ટ છું મને ખુશી છે કે દીપક ફાઉન્ડેશનમાંથી નર્સિંગ કરીને આગળ હું સમાજ સેવા કરીશ.
લક્ષ્ય ટ્રસ્ટના ઉવેશ શેખે જણાવ્યું
લક્ષ્ય ટ્રસ્ટના ઉવેશ શેખે જણાવ્યું હતું કે, LGBTQ સમુદાયના લોકો જે ગરિમાં ગૃહમાં રહે છે અને અહીંથી જુદા-જુદા પ્રકારના કોર્ષ શીખવા માટે જઈ રહ્યા છે. દીપક ફાઉન્ડેશનમાં ચાર થી પાંચ ટ્રાન્સજેન્ડર એવા છે કે જે નર્સિગનો કોર્સ, તો કેટલાક મહેંદીનો અને પાર્લરનો કોર્સ કરી રહ્યા છે. બીજા બે છે તેઓ પેટ્રોલ પંપ ઉપર દસ દિવસ ટ્રેનિંગ લીધા બાદ નોકરી કરી રહ્યા છે. તો અમારા સમુદાયના જેટલા લોકો છે અત્યારે રોલમોડેલ થઈ રહ્યા છે. કોમ્યુનિટીને એમ્પાવરમેન્ટ માટે આવા પ્લેટફોર્મ મળ્યા કોમ્યુનિટી પોતે પણ આગળ આવી જાગૃત થઈ રહી છે. હાલમાં ઘણા બધા ટ્રાન્સજેન્ડર ભણેલા-ગણેલા છે કે જેવો હવે નોકરી કરવા માંગે છે.
ટ્રાન્સજેન્ડરો માટેનું ગુજરાતના વડોદરામાં પ્રથમ પ્લેટફોર્મ
વડોદરામાં ગુજરાતનું પ્રથમ પ્લેટફોર્મ છે. જે. ડી. સરે આપ્યું તેથી ઘણા બધા ટ્રાન્સજેન્ડરો મેકઅપ આર્ટિસ્ટનો કોર્સ શીખી હેર સ્ટાઇલ મેંદીનું શીખીને હાલમાં પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. બહુ સારી વસ્તુ છે. કે તેમણે પાર્લરનું પ્લેટફોર્મ તો આપ્યું તેના એન્ટ્રી આપી, નોકરી આપી, અને અત્યારે પણ કાંઈ જરૂર હોય તો તાત્કાલિક આવીને ઊભા રહેશે. એવી જ રીતે સેલ પેટ્રોલ પંપ પરથી પણ ટ્રાન્સજેન્ડર અને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે એક ટાઈમ જમવાનું પણ આપે છે પગાર આપે છે. ટ્રેનિંગ પણ આપી તો હવે મને લાગે છે કે ટ્રાન્સજેન્ડર સાચા અર્થમાં પગભર બની રહ્યા છે.
આ પણ વાંચો: લોકશાહી પર્વઃ રાજકોટમાં ટ્રાન્સજેન્ડર પણ મતદાન માટે ઉત્સુક
ટ્રાન્સજેન્ડરોનું આશ્રયસ્થા
ગરિમાં ગૃહના પ્રોજેક્ટ ડિરેક્ટર સીલ્વી મર્ચન્ટએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાર્લામેન્ટમાંથી ટ્રાન્સજેન્ડરો માટે જે બિલ પસાર થયું હતુ. જેને લઇને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મદદથી ગરિમાં ગૃહ ચલાવી રહ્યા છે. આ જે ગરિમાં ગ્રૃહ છે જે ટ્રાન્સજેન્ડરોનું આશ્રયસ્થાને છે. જેનો મુખ્ય આશય એ છે કે જે પણ ટ્રાન્સજેન્ડર છે. તેમને અહીં મતમાં રહેવાનું, જમવાનું તેમનું શિક્ષણ સહિતની તમામ જિમેદારી લેવામાં આવે છે. એક વર્ષ સુધી તેમને તમામ રીતે સપોર્ટ કરવામાં આવે છે.
ટ્રાન્સજેન્ડરોને આગળ વધવા આપવામાં આવી તક
સૌથી સારી વાત એ છે કે અમારી સાથે બીજા ઓર્ગેનાઇઝેશન, કોર્પોરેશન, મલ્ટીનેશનલ કંપનીઓએ પણ પોતાના દ્વાર ખોલ્યા છે કે તમે એકવાર ટ્રાન્સજેન્ડરોની સ્કીલમાં વધારો કરો, ત્યારબાદ અમે તેમને નોકરી પર રાખીશું. રોજગારીની જે પણ કોઈ તક છે. તે તેમને આપીશું. તો મારી એક જ વિનંતી છે કે, જેટલા પણ ટ્રાન્સજેન્ડર છે તેઓ પોતાના જીવનમાં આગળ વધવા માંગતા હોય કે, સ્કિલ ડેવલપ કરવા માંગતા હોય, પોતાનું વિજૂદ બનાવવા માંગતા હોય તો આ એક પરફેક્ટ જગ્યા છે.
મહારાણી રાધિકારાજે ગાયકવાડની ETV BHARAT સાથેની વાત..
વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડે ETV BHARAT સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર આપણા સમાજનો જ એક ભાગ છે. આપણે જ એને અલગ કરી રહ્યા છે. તો સમય આવી ગયો છે કે, આપણે સૌ એકજૂટ થઇ જઈએ. બધાને એક સમાન હક મળવો જોઈએ. ટ્રાન્સજેન્ડર માટે અમારો એ જ પ્રયાસ રહેશે.
લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી માહિતી
લક્ષ્ય ટ્રસ્ટ જેના સંચાલક છે. યુવરાજ સાહેબ માનવેન્દ્રસિંહજી અને સીલ્વી મર્ચન્ટ તેમની સાથે વાતચીત ચાલી રહી છે કે કેવી રીતે ટ્રાન્સજેન્ડરને તાલીમ આપી શકીએ અને જે ક્ષેત્રોમાં તેમને રસ છે. તેમાં પ્રતિભા છે. તેમાં કામ કરવા માટે તો તે વિભાગ તે કંપનીઓ સાથે જોડી તેમને વ્યવસાય મળી રહે તે માટે ના સમયગાળા દરમિયાન પણ અમારું જે ચેરિટી ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. મહારાજા રણજીતસિંહ ચેરિટી ટ્રસ્ટ તેના દ્વારા 250 ટ્રાન્સજેન્ડરને રેશનિંગ કીટ તેમજ રાહત આપવામાં આવી હતી.