ETV Bharat / state

Museum Day 2023: પિરામીડમાં રહેલી મમી જોવી હોય ઈજિપ્ત નહીં વડોદરા જાવ, સાચવણી જોઈને અક્કલ કામ નહીં કરે - egypts mummy

બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં ઇજિપ્તની મમી અને બેબી બ્લુ વ્હેલનું 72 ફૂટ લાબું હાડપિંજર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. લોકો દુર દુરથી ઇજિપ્તની મમીને જોવા માટે આવતા હોય છે. હા, ઇજિપ્તની મમીને વીડિયો શૂટ કરવાની મનાઇ છે. આમ છતા મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. આ સંગ્રહાલયમાં ઐતિહાસિક કલા, શિલ્પ, માનવજાતિ વિજ્ઞાનના 70 હજાર જેટલા નમૂનાઓનો સમુદ્ર સંગ્રહ ધરાવે છે.

બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં ઇજિપ્તની મમી અને બેબી બ્લુ વ્હેલનું 72 ફૂટ લાબું હાડપિંજર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : May 18, 2023, 10:20 AM IST

બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં ઇજિપ્તની મમી અને બેબી બ્લુ વ્હેલનું 72 ફૂટ લાબું હાડપિંજર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

વડોદરા: જ્યારે પણ ઈજિપ્તની સંસ્કૃતિ કે દેશનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે મમી વાત ભાગ્યે જ કોઈ ભૂલી શકે, ઈજિપ્તની પ્રાચીન સંસ્કૃતિમાં જ્યારે કોઈ રાજવી કે સેનાપતિ મૃત્યુ પામે કે રાજાના પરિવારના કોઈ વ્યક્તિનું અવસાન થાય તો અગ્નિ સંસ્કાર કે દફનવિધિ કરવાના બદલે ચોક્કસ દવાઓ તેમજ રસાયણની મદદથી એને પિરામીડમાં મૂકવામાં આવતા. કારણ કે, ઈજિપ્તના લોકો એવું માનતા કે, દરેક વ્યક્તિનો ફરી જન્મ થાય છે. જ્યારે એ ફરી આવે ત્યારે એને એની તમામ વસ્તુઓ એ જ રીતે મળવી જોઈએ. મમીના કેટલાય રહસ્યો તો ઈજિપ્તના પિરામીડમાં અકબંધ છે. પણ મમી કેવી હોય એ જોવું હોય તો પહોંચી જજો વડોદરાના સંગ્રહાલયમાં. જ્યાં વર્ષો જૂનુ એક મમી ખૂબ જ કાળજીપૂર્વક સાચવી રખાયું છે.

સૌથી મોટું મ્યુઝિયમઃ ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય વડોદરામાં આવેલું છે. જ્યાં ઈજિપ્તની જ આ મમીને સાચવવામાં આવી છે. આ મમીનું એ જ રીતે જતન કરવામાં આવ્યું છે. જે રીતે એને પિરામીડમાં અંદર મૂકવામાં આવતી હોય છે. પણ ખરેખર આ મમીમાં કોણ છે અને એની શું હકીકત છે એ હજું પણ ક્યાંય ન મળનારા ઈતિહાસના પાનાઓમાં રહસ્ય અકબંધ છે. શહેરના કમાટીબાગ ખાતે આવેલી બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

રાજવી કાળની ઝાંખીઃ આ સંગ્રહાલયની શરૂઆત સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વર્ષ 1894 માં કરી હતી. આ સંગ્રહાલયમાં મમી સિવાય પણ ઐતિહાસિક કલા, શિલ્પ, માનવજાતિ વિજ્ઞાનના 70 હજાર જેટલા નમૂનાઓનો સમુદ્ર સંગ્રહ ધરાવે છે. બેબી બ્લુ વ્હેલનું 72 ફૂટ લાંબું હાડપિંજર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીના કયુરેટર કિરણ વરિયા આપેલી માહિતી અનુસાર આ સંગ્રહાલય વિવિધ સંરચનથી બનેલું એક આગવું સંગ્રહાલય છે.

"જેમાં અલગ-અલગ પ્રકારના સંગ્રહમાં 29 પ્રકારની અલગ અલગ ગેલેરી છે. દરેક ગેલેરીમાં આપણી એશિયા ટ્રિક કન્ટ્રીની જે સંરચના છે તે સાંસ્કૃતિક ધરોહર છે. એનું અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઇજિપ્તમાંથી આવેલ એક ખાસ મમી પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ સિવાય અકોટા બ્રોન્ઝઇસ અને અલગ અલગ પ્રકારની ટેક્સટાઇલ તેમજ યુરોપિયન પેઇન્ટિંગ ડચ માસ્ટર્સના પેંટિંગનું ખાસ કલેક્શન અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે."--કિરણ વરિયા (બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીના કયુરેટર)

બ્લુવેલ્સ કેલીટન આકર્ષણનું કેન્દ્ર: આ સાથે જ બાળકો અને મોટા લોકો માટે બ્લુવેલ્સ કેલીટન ખાસ આકર્ષણનું કેન્દ્ર અહીં મૂકવામાં આવેલું છે. આ બ્લુવેલ્સ કેલીટન એક બેબી બ્યુવેલનું છે. જે વર્ષ 1944માં વડોદરાની પાસે આવેલા દરિયા કાંઠે પાસેથી તણાઈને આવેલ હતું. જેને ડાઈસેક્શન કરીને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ બરોડા મ્યુઝિયમમાં વાર્ષિક 1.50 લાખ મુલાકાતીઓ આવતા હોય છે. આ મ્યુઝિયમમાં ખાસ કરીને વેકેશનના સમયમાં મુલાકાતીઓ વધુ આવતા હોય છે. ખાસ કરીને યુવાઓ માટે ડિજિટલ યુગમાં સંગ્રહાલયની એક મુલાકાત લેવી જોઈએ તેઓ આગ્રહ છે. કારણ કે ઘણી ખરી વસ્તુઓ એક જગ્યાએ બેસીને ભણતર કે જીવન શૈલીમાં લાક્ષણિકતાઓ આ સંગ્રહાલયના માધ્યમથી મળી શકે છે.

  1. Vadodara News : વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન યોજનાનું કામ શરુ, ઝોનદીઠ ફાળવણી અને તકેદારીની વાત જાણો
  2. Vadodara Sports : લક્ષિતા શાંડિલ્ય સાઉથ કોરિયામાં અન્ડર 20 એશિયન ગેમ્સમાં ભાગ લેશે, કરી રહી છે સખત પ્રેકટિસ
  3. Vadodara Crime : સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે 10 વર્ષની કેદ સાથે ફટકાર્યો દંડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.