ETV Bharat / state

વડોદરાની MSUના વિધાર્થીઓએ શાકભાજી વેચીને માસ પ્રમોશનનો વિરોધ કર્યો - Mass premotion

વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠને સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે જાહેર કરેલા માસ પ્રમોશનનો વિરોધ કર્યો હતો. કાલાઘોડા ચાર રસ્તા નજીક શાકભાજી વેચીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. માસ પ્રમોશન ન આપવા વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.

MSUના વિધાર્થીઓએ શાકભાજી વેચીને માસ પ્રમોશનનો વિરોધ કર્યો

author img

By

Published : May 25, 2021, 7:23 AM IST

  • એમ એસ યુનિવર્સિટીમાં વિધાર્થી સંગઠનનો વિરોધ
  • સરકાર દ્વારા આપતા માસ પ્રમોશનનો વિરોધ કરાયો
  • કાલાઘોડા ચારરસ્તા પાસેે શાકભાજી વેચીને વિરોધ નોંધાયો

વડોદરા : શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના વિદ્યાર્થી સંગઠને સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે જાહેર કરેલા માસ પ્રમોશનનો વિરોધ કર્યો હતો. રસ્તા પર આવી તંત્રની નીતિ સામે બાયો ચઢાવી કાલાઘોડા ચાર રસ્તા નજીક શાકભાજી વેચ્યા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા ગત વર્ષે પણ માસ પ્રમોશન આપ્યું હતું અને ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે. જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાં સમાન છે.
આ પણ વાંચો : વડોદરા એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ BCA વિવાદને લઈ કર્યો વિરોધ

ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરાઇ
ભવિષ્યમાં આ રીતે પાસ થયેલા વિદ્યાર્થીઓને નોકરીઓ મેળવવામાં ભારે તકલીફ નો સામનો કરવો પડશે. જેથી અત્યારથી જ તેવો શાકભાજી વેચી રોજી-રોટીનો પ્રશ્ન હલ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે, વડોદરાની એમ. એસ. યુનિવર્સીટી હાઈટેક છે. જેથી ઓનલાઈન પરીક્ષા લઈ શકાય તેમ છે. પરંતુ તંત્ર ઓનલાઈન પરીક્ષા માટે તૈયાર નથી. જેથી આવનાર સમયમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થશે. જેને લઈને ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : MS યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.