વડોદરાઃ વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. શ્રધ્ધાળુઓ ખૂબ જ શ્રધ્ધાપૂર્વક ચાલતાં ચાલતાં આ પરિક્રમા કરતા હોય છે. મૂળ મધ્યપ્રદેશના નિલેશ ડાંગર કે જે, બાળપણથી જ પ્રજ્ઞાચક્ષુ છે. તેઓ છેલ્લા 105 દિવસથી નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. તેઓ સોમવારે ચાંદોદ મલ્હારાવઘાટ પાસે આવી પહોંચતા ચાંદોદના ભૂદેવો, મા નર્મદે હર ગ્રુપ, અને મા રેવા ભક્તિ સંગઠન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
105 દિવસથી પરિક્રમાએઃ મધ્યપ્રદેશના બુઘની જિલ્લાના ઇન્દોર ગામના 38 વર્ષીય નિલેશ ડાંગર કે, જેઓ બાળપણથી જ પ્રજ્ઞાચક્ષુ છે. તેવો 105 દિવસથી નર્મદા પરિક્રમા અર્થે નીકળેલ હતા. તેઓ ચાંદોદના મલ્હારરાવ ઘાટ પાસે આવી પહોંચતા સ્થાનિક લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને નર્મદા મૈયા પ્રત્યે અપાર શ્રદ્ધા રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે, મા નર્મદા સાક્ષાત છે. મા નર્મદાને સ્વચ્છ રાખવી જોઈએ. તેમાં ગંદકી કરવી જોઈએ નહીં. શ્રધ્ધાપૂર્વક ભક્તિભાવથી નર્મદા મૈયાની પરિક્રમા કરવાથી અવશ્ય માં નર્મદા તમારી મનોકામના પૂર્ણ કરશે.
લાકડીના રણકારથી પરિક્રમાઃ પ્રજ્ઞાચક્ષુ નિલેશભાઈ પોતે બાળપણથી પ્રજ્ઞાચક્ષુ છે. પરંતુ તેઓ એકલા જ આ પરિક્રમા કઈ રીતે કરી રહ્યા છે. તે અંગે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે, લાકડીના અવાજથી એટલે કે પાક્કા રસ્તા ઉપર ડંડો ખખડાવાથી અવાજ જોરથી આવે છે. કાચા રસ્તા ઉપર ડંડો ખખડાવવાથી અવાજ મંદગતિ આવે છે એટલે ખબર પડે છે કે, તેઓ રસ્તાના કિનારા પાસે ચાલી રહ્યા છે. તેમજ જ્યારે પોતે પરિક્રમા કરતા હોય છે. રસ્તામાં કેટલા વિધ્ન પણ આવતા હોય છે.
અપાર શ્રદ્ધાઃ અમે આવા વિધ્નને તેઓ આસાનીથી પાર કરી જતા હોય છે. એટલું જ નહીં પરિક્રમા કરી રહ્યા હોય છે, ત્યારે રસ્તામાં જો ગૌમાતા આવતા હોય છે તો ગૌમાતા પણ તેઓની નજીક આવતા જ ગૌમાતા રસ્તો બદલી નાખતા હોય છે. એટલે મા નર્મદા મૈયા સાક્ષાત છે. આ માટે નર્મદા મૈયા પ્રત્યે અપાર શ્રદ્ધા પણ રહેલી છે. મા નર્મદાની સાચા દિલથી પ્રાર્થના કરશો. તો તમારી પ્રાર્થના પણ નર્મદા અવશ્ય સ્વીકારશે.
પરિક્રમા માટેનો સમયગાળોઃ મા નર્મદાની પરિક્રમા કરવા માટે ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધીના સમયગાળામાં શ્રદ્ધાળુઓ પગે ચાલતાં શ્રદ્ધાપૂર્વક મા નર્મદાની પરિક્રમા કરતા હોય છે. આ સમયગાળા દરમિયાન જ ભક્તો નર્મદાની પદયાત્રા કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પરિક્રમા કરવા માટે ભારતભરમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં જોડાતા હોય છે. એટલું જ નહીં પરંતુ મા નર્મદા પ્રત્યેની શ્રદ્ધા પણ લોકોમાં વધતી જાય છે. પૌરાણિક મહત્ત્વ ધરાવતી નર્મદા નદી ભારતની પવિત્ર નદીઓમાંની એક માનવામાં આવે છે. જેને રેવા નામથી પણ ઓળખવામાં આવે છે. નર્મદા નદી સાત કલ્પોમાંથી બનેલી હોવાની એક હિન્દુ માન્યતા છે.
બે રીતે થાય પરિક્રમાઃ કુદરતી રીતે નર્મદાના પ્રવાહથી ઘસાઈને બનેલા કાંઠાના પથ્થરોને બનાસ કહેવામાં આવે છે. જેની શિંવલીંગ તરીકે પૂજા થાય છે. હિન્દુ ધર્મમાં શિવલીંગનું એક આગવું મહત્ત્વ છે. આદિ ગુરૂ શંકરાચાર્યએ નર્મદા નદીના કિનારે ગુરૂ ગોવિંદ ભગવતપાદ સાથે ખાસ મુલાકાત કરી હતી. એ પછી દિક્ષા લઈ લીધી હતી. નર્મદા એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે. દુનિયામાં આવી બીજી કોઈ નદી નથી. આશરે દોઢ વર્ષમાં આ પરિક્રમા પૂરી થાય છે. આ પરિક્રમા મુખ્યત્વે બે રીતે કરવામાં આવતી હોય છે.
મીની કહેવાતી પરિક્રમાઃ ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર અમાસ સુધી પગપાળા નર્મદા મૈયા ની પરિક્રમા કરવામાં આવે છે. આ નર્મદાજીની મીની પરિક્રમા કે જે, રાજપીપળા નજીક કરામપુરા ગામથી નર્મદા નદીના કાંઠા ઉપર કરવામાં આવતી પરિક્રમાને મીની પરિક્રમા કહેવામાં આવે છે. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે અને મા નર્મદાજીની પરિક્રમાનું ગર્વ અનુભવતા હોય છે. છેલ્લા એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે અને મા નર્મદાને ચુંદડી અર્પણ કરતા હોય છે. મા નર્મદાને ચુંદડી અર્પણ કરી મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓ જોડાયા હતાં. ઇન્દોરથી આવેલ પ્રજ્ઞાચક્ષુના હસ્તે મા નર્મદાજીની મહા આરતી કરવામાં આવી હતી.