વડોદરા: પારુલ યુનિવર્સિટી દ્વારા યુવાનોને આત્મવિશ્વાસ સાથે વિકાસ કરવા માટે પ્રેરણા પૂરી પાડવા સતત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જેને લઇ બે દિવસીય ટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ નવીન પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં એન્જિનિયરિંગ, એપ્લાઇડ સાયન્સ ,કોમ્પ્યુટર એપ્લિકેશન અને એગ્રીકલ્ચર જેવા વિવિધ ક્ષેત્રના ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓને તેમના મનના વિચારો સાથેના પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાંથી પેરાલીસીસ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ, ડેમ ગેટ બ્રેક કન્ડિશન માટે ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ ,ઓટોનોમસ વિલચેર, સીડી ચરવાની ટ્રોલી, લો કોસ્ટ મીની ટ્રેક્ટર અને સ્માર્ટ વીલ ચેર પ્રોજેક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પેરાલીસીસ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ: આ પ્રોજેક્ટ ઝિમ્બાવેના બી.ટેક બાયો મેડિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બુસ્ટો ગેરેથ આઈએ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટની મહત્વની બાબતે છે કે લખવાગ્રસ્ત દર્દી તેમની જરૂરિયાતોને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં જે વિકલાંગ વ્યક્તિને તેના શારીરિક કોઈપણ ભાગની જેમ કે આંગળીઓ હલનચલન કરવાની ક્ષમતા ધરાવે છે ત્યારે આ સિસ્ટમ કામ કરે છે. આ પ્રોજેકટમાં પેરાલિસિસ વ્યક્તિ ઘણીવાર બોલી શકતા નથી. ત્યારે પોતાના હાથના મોજા દ્વારા આંગળી અનુસાર ડિસ્પ્લે અને સ્પીકરના માધ્યમથી જરૂરિયાત પ્રમાણે સૂચિત કરી શકે છે કે મારે શું જરૂર છે. આ પ્રોજેક્ટ દ્વારા પેરાલીસીસ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ સંભાળ લેવાની ક્ષમતાને સૌચાલિત કરી અને સમયસર ધ્યાન અને દર્દીને સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી નીવડે છે.
ડેમ ગેટ બ્રેક કન્ડિશન ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ: આ અંગે અમન કપૂરે જણાવ્યું હતું કે અમારો પ્રોજેકટ ડેમ અંગે છે. આ વધુ વરસાદ પડતાજ તેને ખોલવાની જરૂરિયાત રહે છે અથવા ડેમ ફૂટવાની સંભાવનમાં અચાનક પાણી વહી જતા આસપાસના વિસ્તારોમાં અને નીચાં વાળા વિસ્તારોમાં પાણી ફરિવડે છે. જેથી જનજીવન પર માઠી અસર પડે છે. આ દરમ્યાન આ પ્રોજેક ખુબજ અસરકારક સાબિત થાય છે. આ પ્રોજેકટ અનુસાર 65 થી 70 ટકા પાણી કેનાલના માધ્યમમાં ડાયવર્ટ થઈ જશે જેનાથી કુદરતી અપાતી અને ડેમના દરવાજા ખુલતા જે પરિસ્થિતિ ઉભી થાય છે તે નહીં થાય. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી નહીં પોહચી શકે અને તેવા લોકો અને વિસ્તારોનું આસાનીથી રક્ષણ થઈ શકે છે. આ પ્રોજેક્ટ આવનાર સમયમાં વિવિધ ડેમ વિસ્તારો માટે મોકલવામાં આવશે જે અસરકારક સાબિત થશે તો મંજુર કરશે.
ઓટોનોમસ વ્હીલ ચેર: આ અંગે માહિતી આપતા યુકતા પટેલે જણાવ્યું હતું કે વિકલાંગ વ્યક્તિને ખસેડવામાં મદદ કરવા માટે સરળતા માટે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ દર્દીને જે કઈ દિશામાં જવું હોય તે પોતાની રીતે જઇ શકે છે તેને કોઈની જરૂર નહીં પડે. આ વિલચેર ના માધ્યમથી ખૂબ સપોર્ટ રહેશે. સાથે આ પ્રોજેકટમાં હેડકસ્ટર અને મોશન દ્વારા ડિટેકટ કરે છે. જેમાં વિવિધ સેન્સર આધારિત એમજી સેન્સર વાપરેલ છે જેથી મસલ્સની એપનોરમાલિટી અંગે પણ માહિતી મળી શકે છે. સાથે બેટરી સાથે અન્ય સુવિધાઓ પણ મુકવામાં આવી છે જેથી દર્દીને વિલચેર સપોર્ટ કરે છે. આ ખુબજ ઉપયોગી અને અસરકારક પ્રોજેક્ટ સાબિત થઈ શકે છે.
સીડી ચઢવાની ટ્રોલી પ્રોજેક્ટ: આ અંગે દેવ પંચાલે જણાવ્યું હતું કે નાની નાની ઇન્ડસ્ટ્રીઝમાં લેબર વધારે વધુ સામાન લઈ જઇ શકતા નથી. જેના કારણે કામમાં ખૂબ સમય લાગતો હોય છે. આ ટ્રોલીની મદદથી આસાનીથી અને ખુબજ નજીવી કિંમતમાં સરળતાથી વધુ સમાન લઈ જઈ શકાય છે. આ ટ્રોલીની મદદથી એક ફ્લોરથી અન્ય ફ્લોર પર લઈ જઈ શકાય છે. સાથે નાના નાના માણસો પોતે લિફ્ટ બનાવી નથી શકતા જેથી અમે આ ટ્રોલી બનાવી છે. આ ટ્રોલીની કિંમત માત્ર 5 થી સાત હાજરમાં બની જાય છે અને તે આસાનીથી 150 કિલો વજન લઈ જઈ શકાય છે.
આ પણ વાંચો valentine week 2023 : આ છે હૃદયને સ્પર્શી જાય તેવા સંદેશાઓ, તતમારા પ્રેમીને મોકલો અને જુઓ અસર
અન્ય કેટલાક મહત્વના પ્રોજેકટ: આ સાથે લો કોસ્ટ મીની ટેક્ટર કૃષિ ક્ષેત્રે ખુબજ ઉપયોગી નીવડે તે માટે બનાવવામાં આવ્યું હતું. જે માત્ર 80 હજાર રૂપિયામાં તૈયાર કરાયું છે. જે સામાન્ય ખેડૂત માટે ખુબજ આશીર્વાદ રૂપ બનશે. આ સાથે સ્માર્ટ વિલચેર સાથે ઓટોમેટિક દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય તે માટે મશીન બનાવાયું છે જે કોરોના જેવી મહામારીમાં દર્દીને કોઈ હાથ લગાવવા તૈયાર નોહતું ત્યારે આ ખૂબ અસરકારક સાબિત થઈ શકતું હતું જે પ્રોજેકટ અંતર્ગત પ્રદર્શન યોજાયું હતું.