વડોદરાના એક ટેટુ આર્ટિસ્ટ PM મોદીના આઝાદ કાશ્મીરના સ્વપ્નને સાકાર થતાં જોઈને મોદીજીનું ટેટુ પોતાના હાથ પર બનાવ્યુ હતું. સમગ્ર જીવન ભર મોદીજી અને અમિત શાહની કાશ્મીર મુદ્દેની આ કામગીરીનું સ્મરણ રહે તે માટે યુવકે મોદીનું ટેટુ બનાવ્યુ હતું. અનોખી રીતે ઉજવણી કરી હતી.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પ્રદીપ રાજપૂત નામના ટેટુ આર્ટિસ્ટએ જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવા અને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવા અંગેના કેન્દ્ર સરકાર આ નિર્ણયને અનોખી રીતે આવકર્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી જમ્મુ કાશ્મીરના મામલો ખૂબ પેચીદો બન્યો હતો તો વળી દિવસેને દિવસે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ પણ વધતી જતી હતી.
આ તમામ સમસ્યા વચ્ચે કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન અને વડાપ્રધાન દ્વારા આઝાદ કાશ્મીરને લઈને કલમ 370 ને હટાવી અલગ રાજ્ય બનાવવાનો ખરડો સાંસદમાંથી પસાર કર્યો અને આ ખરડો પસાર થયા બાદ અલગ રાજ્ય તરીકેનો કાશ્મીરને દરજ્જો મળ્યા બાદ સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ હતી.
દેશ સહિત રાજ્યમાં અને વડોદરામાં પણ આ વાતને લઈને ઉત્સાહ છવાયેલો છે. વડોદરાના અનેક નાગરિકોએ ફટાકડા ફોડીને અલગ રાજ્ય તરીકેનો કાશ્મીરનો દરજ્જો સ્વીકાર્યો હતો. પરંતુ વડોદરા જ્યારે કલાનગરી તરીકે ઓળખાતું હોય તો આ શહેરના કલાકાર તેમાં પાછળ કેવી રીતે રહી શકે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે ટેટુ આર્ટિસ્ટ તરીકે રોજગારી મેળવતા પ્રદીપ રાજપૂતે પોતાના ડાબા હાથ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ બનાવ્યુ હતુ. આ ટેટુ બનાવવા પાછળની લાગણી એ હતી કે મોદીજી અને અમિત શાહના આ ઐતિહાસિક નિર્ણયને તેઓએ હંમેશા યાદ રાખી શકે. જયારે જયારે પ્રદીપ પોતાના જ હાથ પર બનાવેલ મોદીજીનું ટેટુ જોશે એટલી વખત તેને વડાપ્રધાનની દુરંદેશી ભરેલા આ નિર્ણયની યાદ આવશે.